ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવ્યા વધુ એક ખરાબ સમાચાર, જાણિતા સિંગરનું થયુ હાર્ટ એટેકના કારણે નિધન

આ વર્ષે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને ફરી એકવાર એવા સમાચાર આવી રહ્યા છે જેણે બધાને હચમચાવી દીધા છે. જાણીતા તમિલ ગાયિકા મનિકા વિનયગમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. પોતાના અભિનય અને ગાયકી દ્વારા ઓળખ બનાવનાર મનિકા વિનયગમ 78 વર્ષના હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનયગામ ઘણા સમયથી બીમાર હતા અને ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ ગત રોજ હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ શોક વ્યક્ત કર્યો છે.

મનિકા વિનાયગમનો જન્મ ડિસેમ્બરમાં થયો હતો અને તે જ મહિનામાં તેનું નિધન થયુ છે. તે તમિલ ગાયક અને અભિનેતા હતા. તેમણે દક્ષિણ ભારતીય ભાષાની તમામ ફિલ્મો માટે ગીતો ગાયા છે. આ સાથે તેણે એક્ટર તરીકે ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને એક પોસ્ટ શેર કરી અને લખ્યું – પ્રખ્યાત ફિલ્મ ગાયક વલુવૂર મનિકા વિનયગમના નિધન પર ઊંડો શોક ! હું તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું, તેઓ હંમેશા રત્નની જેમ ચમકતા રહેશે.

તમને જણાવી દઈએ કે મનિકા વિનાયગમે વિક્રમની ફિલ્મ ઢિલમાં ગીતો ગાઈને સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 800થી વધુ ફિલ્મી ગીતો ગાયા છે. તેમણે તેમની કારકિર્દીમાં વિવિધ ભાષાઓમાં લગભગ 800 ગીતો ગાયા છે અને 1500 ભક્તિ ગીતો અને લોકગીતો પણ ગાયા છે. તેઓ હંમેશા તેમના અવાજ અને સરળ સ્વભાવ માટે ઘણા લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છે. મનિકાએ ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે થિરુદા થિરુડી, થિમિરુ, યુથમ સેઈ અને વેટ્ટિકરણ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

મનિકા વિનયાગમ તેમના ચુંબકીય અવાજ અને મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે હંમેશા ઘણા લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છે. મણિક્કા વિનયાગમે ધનુષની ‘થિરુડા થિરુડી’, વિશાલની ‘થિમિરુ’, મસ્કિનની ‘યુથમ સેઈ’ અને વિજયની ‘વેટ્ટિકરણ’ વગેરે સહિત અનેક તમિલ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો જેમાં તે અભિનેતા તરીકે દેખાયા હતા.

Shah Jina