યુવકના ના ચાહવા છતાં પણ યુવતીના સેંથામાં ભરાઈ ગયું સિંદૂર, સ્ટાઇલ જોઈને બગડ્યા લોકો, કહ્યું કે બસ કરો હવે આ મેલોડ્રામા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો હેરાન કરાવનારા હોય છે તો કેટલાક વીડિયો પેટ પકડીને હસાવનારા પણ હોય છે તો ઘણા વીડિયોમાં ઘણા રોમાન્ટિક દૃશ્યો પણ જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક ખુબ જ રોમાન્ટિક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી પણ લીધો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ એક નાનકડી કલીપ છે, જે એક ટીવી ધારાવાહિકની છે. જેમાં જોવા મળ્યું છે કે અભિનેતાનો પગ લપસવાના કારણે જ તે અભિનેત્રીના સેંથામાં સિંદૂર ભરી દે છે. આ દૃશ્ય જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો તો એમ પણ કહી રહ્યા છે કે  બસ હવે આ નથી જોવાતું. પરંતુ જે અંદાજમાં આ દૃશ્ય શૂટ કરવામાં આવ્યું છે તે ખુબ જ મજેદાર છે.

વાયરલ થઇ રહેલી આ કલીપ “થપકી પ્યાર કી” નામની ટીવી ધારાવાહિકની છે. જેને ટ્રોલર્સનું ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યું છે. વાયરલ વીડિયોની અંદર એક  ડ્રેસિંગ ટેબલની બાજુમાં ઉભી છે. આ દરમિયાન જ એક યુવક ચાલીને આવતો હોય છે અને તેનો પગ લપસી જાય છે. પરંતુ તેના પછી જે થયું તે લોકોને હસાવી રહ્યું છે.

તે વ્યક્તિએ ગમે તેમ કરીને પોતાની જાતને સાચવી અને આ દરમિયાન તેની આંગળીઓ ટેબલ ઉપર રાખેલા સિંદુરમાં લાગી જાય છે. એટલું જ નહીં તે પોતાની જાતને સાચવતા સાચવતા સામે ઉભેલી મહિલાના સેંથામાં પણ સિંદૂર ભરી દે છે. કલર્સ ટીવી દ્વારા આ વીડિયોને ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળ્યો છે.

Niraj Patel