ખતરનાક કિંગ કોબ્રા જેવા શૂઝ પહેરીને બજારમાં નીકળ્યો આ વ્યક્તિ, જોઈને એક ક્ષણ માટે તો લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા, જુઓ વીડિયો

કિંગ કોબ્રા જેવા શૂઝ પહેરીને બજારમાં નીકળેલા આ વ્યક્તિનો વીડિયો જોઈને લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા, તમે પણ જોઈને હેરાન રહી જશો

મોટાભાગે લોકોને સાપનો ડર હંમેશા લાગતો હોય છે. ગામડામાં તો સાપ અવાર નવાર જોવા મળતા હોય છે જેના કારણે ગામના લોકો તો સાપથી ટેવાઈ પણ ગયા હોય છે. છતાં પણ લોકો સાપથી દૂર રહેવાનું જ વધારે પસંદ કરતા હોય છે. કારણ કે જો સાપ ડંખ મારે તો માણસનું બચવું પણ ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે.

એવામાં જો કિંગ કોબ્રા સાપ જોવા મળી જાય તો માણસની હાલત પતલી થઇ જતી હોય છે. ઇન્ટરનેટ પર તમે સાપના ઘણા બધા વીડિયો જોયા હશે, જેમાં કિંગ કોબ્રા પણ હશે. આવા સાપને વીડિયોમાં જ જોઈને હાલત ખરાબ થઇ જાય છે. ત્યારે હાલ એક વ્યક્તિ કિંગ કોબ્રા સ્ટાઇલના શૂઝ પહેરીને બજારમાં નીકળ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ આવા જૂતા પહેર્યા છે, જેની બંને બાજુ કિંગ કોબ્રા ફેલાયેલા છે. એકવાર તમે જોશો તો તે અસલ કિંગ કોબ્રા જેવો લાગશે, પરંતુ બીજીવાર તમે ધ્યાનથી જોશો, તો તમે સમજી શકશો કે આ શૂઝ કિંગ કોબ્રાની ડિઝાઇનના છે. આ શૂઝ જોઈને ભાગ્યે જ કોઈ વ્યક્તિ તેને પહેરવા ઈચ્છશે કારણ કે તે ખૂબ જ ડરામણા લાગે છે.

કિંગ કોબ્રા સાપ સાથે ખતરનાક જૂતાની જોડી જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા નેટીઝન્સ વિચિત્ર દેખાતા જૂતા જોઈને ગભરાઈ ગયા છે.  કેટલાક લોકો આવા શૂઝને લઈને ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે. આ વીડિયો ટ્વિટરના વાયરલ પોસ્ટ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel