36 વર્ષ સુધી પ્રેગ્નેટ રહ્યો આ વ્યક્તિ, ડોક્ટર સમજી રહ્યા હતા ટ્યુમર, પરંતુ સાચી હકીકત સામે આવતા જ તેમના પણ હોંશ ઉડી ગયા, જુઓ

36 વર્ષથી આ વ્યક્તિના પેટમાં હતા જોડિયા ભ્રુણ, વધતા પેટને જોઈને લોકો પણ “પ્રેગ્નેટ મેન” કહીને ચીડવતા, ડોક્ટરો ટ્યુમરની સર્જરી કરવા ગયા તો ભ્રુણ જોઈને ચોંકી ગયા, જુઓ તસવીરો

Man Was Pregnant For 36 Years : માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે અને આ સૌભાગ્ય ઈશ્વરે ફક્ત તેમને જ આપ્યું છે. બાળક સ્ત્રીના ગર્ભમાં જ આકાર લે છે અને વિકાસ પામે છે, પરંતુ થોડા સમય પહેલા જ સ્ત્રીમાંથી પુરુષ બનેલા એક ટ્રાન્સજેન્ડરે પણ બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો અને આ કિસ્સો ખુબ જ ચર્ચામાં પણ રહ્યો હતો. પરંતુ હાલ એક એવી કહાની સામે આવી છે જેને જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.

મહારાષ્ટ્રના નાગપુરમાં 60 વર્ષની એક વ્યક્તિ 36 વર્ષ સુધી ગર્ભવતી રહ્યો. આ ઘટનાથી લોકો અને તબીબો પણ ચોંકી ગયા હતા. આ દુર્લભ કેસને સંભાળતા ડોકટરો પણ સત્ય જાણીને વિશ્વાસ કરી શક્યા નહીં. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે તેના પેટમાં જોડિયા ભ્રૂણ વધી રહ્યા હતા. એટલે કે આ વ્યક્તિ 36 વર્ષથી ગર્ભવતી હતો અને 36 વર્ષની પ્રેગ્નેંસી બાદ તેના પેટમાંથી જોડિયા ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગપુરના એક ખેડૂતનું પેટ સામાન્ય કરતાં વધુ ફૂલેલું હતું. મોટાભાગે તે તેના વધતા પેટ અને શ્વાસની તકલીફથી પીડાતો હતો. તેને નાનપણથી જ પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી, પરંતુ ધીમે ધીમે તેનું પેટ ખૂબ વધવા લાગ્યું. તેનું મોટું પેટ જોઈને લોકો તેને ‘પ્રેગ્નેટ મેન’ કહીને ચીડવતા હતા, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે આ મજાક સાચી પડી જશે.

36 વર્ષની ઉંમરે તેઓ અત્યંત નાદુરસ્ત થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌપ્રથમ તેનું ફૂલેલું પેટ જોઈને ડૉક્ટરે અનુમાન કર્યું કે તે ગાંઠ હોઈ શકે છે અને તેમણે ઑપરેશન કરવાનું નક્કી કર્યું. પરંતુ સર્જરી દરમિયાન તેના પેટની અંદર બે ભ્રૂણ જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. ડેઈલી સ્ટારના સમાચાર મુજબ આ ઘટના 1999ની છે.

આ વ્યક્તિ સર્જરી પછી બચી ગયો અને સામાન્ય જીવન જીવી રહ્યો છે. 21મી સદીની શરૂઆતમાં આ મેડિકલ કેસની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. ડૉક્ટરોએ પહેલા વિચાર્યું કે માણસના પેટમાં ગાંઠ છે, પરંતુ જ્યારે તેની સર્જરી કરવામાં આવી ત્યારે જોડિયા ભ્રૂણ મૃત મળી આવ્યા હતા. તબીબી નિષ્ણાતોના મતે, આ કેસ વેનિશિંગ ટ્વીન સિન્ડ્રોમ નામની અત્યંત દુર્લભ ગર્ભની તબીબી સ્થિતિ હતી. આવો કિસ્સો પાંચ લાખમાંથી એક છે.

Niraj Patel