એક વ્યક્તિને સોફા ઉપર સુવડાવ્યો અને ડમ્બલના બનાવેલા ટેકા પર આ ભાઈ કરવા લાગ્યો પુશપ્સ, વીડિયો જોઈને લોકોની આંખો પણ થઇ ગઈ ચાર

આજે લોકો ફિટનેસ માટે ખુબ જ કાળજી રાખતા થઇ ગયા છે. આજના મોટાભાગના યુવાનો જીમમાં જઈને બોડી બનાવવા માટે ખુબ જ પરસેવો પણ વહાવે છે. તો ઘણા યુવાનો સોશિયલ મીડિયા ઉપર કસરત કરતા વીડિયો પણ શેર કરતા હોય છે અને તે વાયરલ પણ થતા હોય છે. ઘણા વાયરલ વીડિયોમાં ઘણા લોકો કસરત કરવા એવી એવી જગ્યાઓ પસંદ કરતા હોય છે અને ઘણીવાર તો એવા જોખમ લે છે જેને જોઈને આપણા શ્વાસ પણ અટકી જાય. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ ડમ્બેલની સીડી બનાવે છે અને પછી તેની કમર પર સોફા જેવું કંઈક રાખીને તેના પર સૂઈ જાય છે. જેના બાદ એક વ્યક્તિ એ ડમ્બલના ટેકા ઉપર સુઈ જઈ તેના ઉપર પેલા વ્યક્તિ સહીત સોફાને રાખી પુશપ્સ કરવા લાગે છે.  આ જોઈને લોકોની આંખો પણ ચાર થઇ જાય તેમ છે.

વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. જેણે પણ આનો વીડિયો જોયો તે આ પ્રકારનો વર્કઆઉટ કરવાનો વિચાર કરવા લાગ્યો, પરંતુ લોકોને તે વ્યક્તિનું સંતુલન બનાવવું ખૂબ જ ગમ્યું.  ઘણા લોકો આ વાયરલ વીડિયો ઉપર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળે છે. તો અત્યાર સુધી આ વીડિયોને હજારો લોકો જોઈ ચુક્યા છે.

આ બાબતે તમને સાવચેત કરતા જણાવી દઈએ કે આવા કોઈ સ્ટન્ટ જાતે ટ્રાય ના કરવા જોઈએ, નહિ તો અકસ્માતનો ભોગ પણ તમે બની શકાય છે અને પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસો છો. આવા સ્ટન્ટ કરનારા લોકો ખુબ જ અનુભવી હોય છે. ગુજ્જુરોક્સ પણ આવા કોઈ વીડિયોને સમર્થન નથી કરતું.

Niraj Patel