કળિયુગનો શ્રવણકુમાર: માતાને ગંગા સ્નાન કરાવવા માટે કાવડમાં બેસાડીને નીકળ્યો, વીડિયો થયો વાયરલ

માતાને થઇ ગંગા સ્નાન કરવાની ઈચ્છા, દીકરાએ બનાવ્યું કાવડ અને લઈને નીકળી ગયો, રસ્તામાં કોઈએ બનાવ્યો વીડિયો, થઇ ગયો વાયરલ, જુઓ

Man takes her Mother in Kavad : દરેક માતા પિતા પોતાના સંતાનને ખુબ જ પ્રેમથી ઉછેરે છે અને તમેને આશા હોય છે કે તેમનો દીકરો તેમના ઘડપણની લાકડી બનશે. પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. તમે ઘણા એવા સંતાનોને જોયા હશે જે પોતાના માતા પિતાને પીડા આપતા હોય છે, વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે કે પછી તરછોડી દેતા હોય છે. ત્યારે આવા સંતાનોને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય, પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કળિયુગના શ્રવણકુમારના દર્શન થાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે ઘણા લોકોએ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો છટારીના રાજકુમારનો જણાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે માતાએ પોતાના પુત્રને ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો પુત્રએ એક કાવડ તૈયાર કર્યો અને માતાની ઈચ્છા પૂરી કરવા માટે તેણે કાવડ બનાવ્યો.

કાવડમાં માતાને એક બાજુ બેસાડવામાં આવી હતી અને બીજી બાજુ ભારે વસ્તુ બાંધવામાં આવી હતી જેથી કાવડ સંતુલિત થઈ શકે. અને પોતાની માતાને ખભા પર લઈને આ યુવક ગંગામાં સ્નાન કરવા નીકળ્યો. રસ્તામાં કોઈએ આ યુવકનો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલો વીડિયો બુલંદ શહેરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માતાની ઈચ્છા પૂરી કરવા દીકરાએ 3 દિવસમાં 35 કિલોમીટરનો પ્રવાસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે હવે આ વીડિયો પર લોકો પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા લોકો આ દીકરાના સાહસ અને સમર્પણની પ્રસંશા પણ કરી રહ્યા છે. આગાઉ પણ આવા ઘણા વીડિયો સામે આવી ચુક્યા છે.

Niraj Patel