પાર્કિંગમાં મુકેલી કારને બહાર કાઢવા માટે આ વ્યક્તિએ જે જુગાડ અપનાવ્યો તે તમને પણ ખુબ જ કામ લાગશે

બોનેટ ટુ બોનેટ પાર્ક કરી હતી કાર, પછી આ વ્યક્તિએ એવો જુગાડ કરીને કાઢી લીધી કે વીડિયો જોઈને તમારી આંખો પણ ફાટી જશે

ભારત હોય કે બીજો કોઈપણ દેશ હોય સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. આપણે ગમે ત્યાં વાહન પાર્ક કરીએ, ગેમ તેટલું સારી રીતે પણ કેમ પાર્ક ના કરીએ પરંતુ કોઈ એવો વ્યક્તિ આવી તેનું વાહન એ રીતે પાર્ક કરી જાય કે તેનાથી આપણને તકલીફ થવાની જ છે. આવા સમયે ગુસ્સો પણ ખુબ જ આવતો હોય છે અને ઘણીવાર તો જેના કારણે આપણું વાહન ફસાયું હોય તે વ્યક્તિ ના આવે ત્યાં સુધી આપણે પણ ઉભા રહેવું પડે છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમને પણ એમ થશે કે આ ભાઈએ જે જુગાડ કર્યો તે ખરેખર ખુબ જ કામનો જુગાડ છે. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે એક ભાઈની કારની આગળ પાછળ કાર પાર્ક કરેલી છે, અને એક સામાન્ય માણસ પણ નીકળી શકે એટલી જગ્યા પણ નથી દેખાઈ રહી.

રસ્તાની સાઈડની અંદર પાર્ક કરવામાં આવેલી આ કાર બોનેટ ટુ બોનેટ પાર્ક કરવામાં આવી છે. તે છતાં પણ ગાડી માલિક અંદર બેસે છે અને એટલી ચાલાકીથી પોતાની કારને બહાર કાઢે છે કે જોનારની આંખો જ ખુલ્લીને ખુલ્લી જ રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by People Magazine (@people)


સોશિયલ મીડિયા સાઈટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો કોમેન્ટ કરીને આ ડ્રાઈવરની પ્રસંશા પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો એમ પણ જણાવી રહ્યા છે કે આ ટ્રીક ખુબ જ કામ પણ લાગી શકે છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.

Niraj Patel