વડોદરાની હોટલમાં વૃદ્ધ એક યુવતી સાથે રોકાયો પછી બેભાન હાલતમાં મળ્યો, હોસ્પિટલમાં થયું મોત, યુવતી ભાગી… જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી મોતની એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે ચકચારી પણ મચી જાય છે. ઘણા લોકોએ હાર્ટ એટેકમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાય લોકોની હત્યા પણ કરવામાં આવી છે. તો ઘણા લોકો આપઘાત કરીને પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક આધેડ ઉંમરનો વ્યક્તિ હોટલમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પીપરીયા  પાસે આવેલી એક કોલેજની અંદર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલા અને વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલા જલારામ નગરમાં રહેતા 48 વર્ષીય પ્રવીણભાઈ સુતરીયા ગત 20 માર્ચના રોજ કપુરાઇ પાસે આવેલી બહુરાણી હોટલમાં એક યુવતી સાથે રોકાયા હતા. જ્યાં તેમને હોટલના ચોથા માળ પર એક રૂમ ભાડે લીધો હતો. ત્યારે તે તેમના રૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

હોટલના સ્ટાફની આ બાબતની જાણ થતા જ તેમને 108 મારફતે સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તેમના મૃતદેહ કબ્જે લીધા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે હવે આધેડનું મોત ક્યાં કારણોસર થયું તે હજુ સુધી સામે નથી આવ્યું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કારણ સામે આવી શકે છે. ત્યારે હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે આધેડ સાથે હોટલમાં રોકાયેલી આ યુવતી કોણ હતી ? આડેધના પરિવારજનો પણ આ યુવતીથી પરિચિત ના હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ હવે યુવતીની શોધખોળ કરી રહી છે. આ મામલે હવે યુવતીના નિવેદન બાદ આડેધને શું થયું હતું તેની વધુ માહિતી સામે આવી શકે છે. પોલીસ જહવે આ મામલે તપાસમાં લાગી છે.

Niraj Patel