સોનાનો શોખ કોને ના હોય, આપણે ઘણા લોકોને સોનાની જાડી એવી ચેઇન કે લક્કી પહેરીને રસ્તા ઉપર ફરતા જોયા હશે, ઘણા લોકો તો સોનાના એવા શોખીન હોય છે કે તેમના શરીર ઉપર ઢગલાબંધ સોનુ પહેરીને નીકળતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું જે સોનુ પહેરી અને ફરવા માટે નહિ પરંતુ કામ કરવા નીકળે છે.
આ વ્યક્તિને સોનાના ઘરેણાનો એટલો શોખ છે કે તે દરેક સમયે પોતાના 5 કિલોથી વધુ દાગીના પહેરીને જ તમામ કામ કરે છે. ઘરની બહાર લોકો સોનાના ઘરેણા પહેરીને નીકળે તો તેને સાચવવાનું ટેન્શન હોય છે, પરંતુ આ વ્યક્તિ 5 કિલો સોનાના દાગીના પહેરીને પોતાનું કામ કરે છે અને ફૂડ કોર્નર ચલાવે છે. જો તે આવું ન કરે તો તેને ખાલીપો લાગે છે. આ વ્યક્તિની સમૃદ્ધિ જોવા જેવી છે.
વિયેતનામના હો ચી મિન્હ સિટીમાં રહેતા દો નગોક થુઆનની ઓળખ શરીર પર પીળા સોનાના ઘરેણાથી બની છે. 34 વર્ષિય દો નોગોક થુઆન શહેરમાં એક ફૂડ કોર્નર ચલાવે છે, અને તેની દુકાન પર આવતા મુલાકાતીઓ તેના કરતાં તેના શરીર પરના સોનાના દાગીના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ વ્યક્તિ શહેરની કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી, જેની સાથે લોકો ફરતા ફરતા ફોટા પડાવવાનું પસંદ કરે છે. તેને પોતાની જ્વેલરી પ્રદર્શિત કરવાનો પણ ખૂબ શોખ છે અને તેનાથી તેને તેના બિઝનેસમાં પણ ફાયદો થાય છે.
તેના દાગીના વિશે વાત કરીએ તો તેના શરીર પર કુલ 10 સોનાની વીંટી, 30 સોનાના બ્રેસલેટ અને 12થી વધુ નેકલેસ છે. તેણે ડિઝાઈનર ઈયરિંગ્સ, એંકલેટ્સ અને ટોમાં રિંગ્સ પણ પહેરી છે. તેના શરીર પરના ઘરેણાનું વજન ઓછામાં ઓછું 5 કિલોગ્રામ છે.
મોટાભાગના લોકોએ તેને સોશિયલ મીડિયા દ્વારા ઓળખ્યો છે. આમાંના કેટલાક લોકો તેમને પસંદ કરે છે અને કેટલાક લોકોને ઈર્ષ્યા આવે છે. કેટલાક કહે છે કે તેઓ નકલી ઘરેણાં પહેરે છે. જેના માટે થુઆન દાવો કરે છે કે જો આ દાગીના નકલી નીકળશે, તો તેઓ તેને પહેરવાનું બંધ કરશે.