આ દાદાનો સ્વેગ તો જુઓ, ખાલી ખોટા લોકો ટેસ્લા ટેસ્લા કરે છે, આ દાદાએ સ્ટેયરીંગ પકડ્યા વગર દોડાવી એવી રીતે બાઈક કે લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ

ઘરડા વ્યક્તિએ ફૂલ સ્પીડમાં ઓટો પાયલોટ મોડમાં દોડાવી બાઈક, જોઈને હેરાન થયા લોકો, જુઓ વીડિયો

Man Riding Bike In Auto Piolt Mode : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજનું યુવાધન બાઈક કે કાર લઈને સ્ટન્ટ પણ કરતા હોય છે, ત્યારે હાલ એક દાદાનો એવો જ ખતરનાક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાદા સ્ટેયરીંગ પકડ્યા વગર એવી રીતે બાઈક ચલાવે છે કે જેને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય, આ વીડિયોને જોયા બાદ લોકો પણ કહી રહ્યા છે કે ટેસ્લા કરતા પણ આ દાદા આગળ નીકળી ગયા.

ઓટો પાયલોટ મોડમાં ચલાવી બાઈક :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં દાદા ઓટો પાયલોટ મોડમાં બાઇક ચલાવી રહ્યા હતા અને સ્ટાઇલિશ અંદાજમાં બાઇક પર બેઠેલા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામના @1000thingsinludhiana હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ ઓટોપાયલોટ મોડમાં બાઇક ચલાવી રહ્યો છે અને તે તેના બંને પગ એક જ બાજુ પર રાખીને બેઠો છે.

લાખો લોકો જોયો વીડિયો :

આ વૃદ્ધનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને 1.5 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. આ અંગે ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે – લોકો ટેસ્લા-ટેસ્લા નકામું કરતા રહે છે.” અન્ય વ્યક્તિએ લખ્યું છે- આ કરવા માટે એક અલગ કૌશલ્યની જરૂર છે.

યુઝર્સે કરી કોમેન્ટ :

એક યુઝરે લખ્યું- અંકલએ પંજાબમાંથી ભારે નશો તો નથી લીધો? અન્ય એક યુઝરે લખ્યું છે કે આવા લોકોની શોધ થવી જોઈએ અને જો તેઓ ફરીથી આવું કરતા જોવા મળે, ખાસ કરીને હાઈવે પર, તો તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ કેન્સલ કરવું જોઈએ. એક યુઝરે લખ્યું છે- બુલેટની સામે તમામ મોટરસાઈકલ ફેઈલ થઈ ગઈ છે. સમાન ગિયરમાં રહો અને સલામત રીતે વાહન ચલાવો.

Niraj Patel
error: Unable To Copy Protected Content!