દીકરીના જન્મ દિવસ ઉપર પિતાએ રીક્રીએટ કર્યું “મેટરનિટી ફોટોશૂટ”, કારણ જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે

ખુબ જ દુઃખદ: પપ્પાએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું- કારણ જાણીને તમે પણ રડી પડશો એ પાક્કું

આજકાલ સોશિયલ મીડિયામાં લોકો પોતાના ફોટોશૂટ પોસ્ટ કરતા હોય છે. ઘણી મહિલાઓ પોતાના મેટરનિટી ફોટોશૂટને પણ શેર કરતી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા મેટરનિટી ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે જેની કહાની કોઈને પણ ભાવુક કરી શકે તેવી છે.

આ ફોટોશૂટમાં એક બાપ અને દીકરીની જોડી દેખાઈ રહી છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. જેમ્સ અલ્વરેજ નામના એક વ્યક્તિએ પોતાની દીકરી એડલિન સાથે પત્નીનું મેટરનિટી ફોટોશૂટ રીપોસ્ટ કર્યું છે. જેની પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો. ઇન્સ્ટાગ્રામ ઉપર આ ફોટોશૂટ ટ્રેન્ડ કરી રહ્યું છે.

વ્યવસાયે એક શિક્ષક જેમ્સ અલ્વરેજ દ્વારા ઓગસ્ટમાં પોતાની એકમાત્ર દીકરી એડલિનનો પહેલો જન્મ દિવસ મનાવ્યો. દરેક માતા પિતા માટે પોતાના બાળકનો પહેલો જન્મ દિવસ ખુબ જ ખાસ હોય છે અને જેમ્સ માટે પણ કંઈક એવું જ હતું. જો કે તેને આ જન્મ દિવસને યાદગાર બનાવવા માટે જૂનું ફોટોશૂટ રીક્રીએટ કર્યું.

જેમ્સ દ્વારા પોતાની દીકરીના પહેલા જન્મ દિવસે તેની પત્ની યેસેનિયા એગુઈલરના મેટરનિટી ફોટોશૂટના પોઝ દોહરાવ્યા હતા. જેમ્સ પોતાની દીકરીના જન્મ દિવસના દિવસે તેની પત્નીને ખુબ જ મિસ કરી રહ્યો હતો અને જેના કારણે તેને દીકરીની સાથે ફોટોશૂટ રીક્રીએટ કર્યું.

જેમ્સ અલવેરજની પત્ની તેના મૃત્યુ સમયે 35 અઠવાડિયાની ગર્ભવતી હતી, તે વૉક ઉપર જઈ રહી હતી ત્યારે જ એક કારની ટક્કર લાગવાના કારણે તેનું મોત થઇ ગયું હતું. જેના બાદ ડોકટરે સી સેક્શન કરીને ગર્ભમાં ઉછરી રહેલી દીકરીને બચાવી લીધી હતી.

જેમ્સે તેનું જીવન પોતાની દીકરીના નામ ઉપર કરી દીધું છે. તેનું કહેવું છે કે જો તેની પત્ની જીવતી હોતી તો તેની દીકરીના પહેલા જન્મ દિવસે ખુબ જ ખુશ હોતી અને ખુબ જ ધૂમધામથી ઉજવણી પણ કરતી. તેના ના હોવા ઉપર તે પોતાની દીકરીને મા અને બાપ બંનેનો પ્રેમ આપવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by James Alvarez (@__jamesalvarez)

Niraj Patel