બહેનનો નહાતી વખતે ચુપકેથી વીડિયો બનાવ્યો તો ભાઈએ કુહાડી લઈને યુવક પર….એવો ખૌફનાક હાલ કે સાંભળીને ધ્રુજી જશો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધ, અંગત અદાવત અને ઘણીવાર છેડછાડ જેવા કારણોને લીધે હત્યાના બનાવો બનતા હોય છે. ત્યારે હાલ હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક યુવકને ન્હાતી યુવતિનો વીડિયો બનાવવો એવો ભારે કે તેને તેનો જીવ આપી કિંમત ચૂકવવી પડી. છોકરીના ભાઇએ તેના મિત્ર સાથે મળી યુવકની કુલ્હાડીથી હત્યા કરી નાખી. મૃતક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છોકરીના ભાઇથી દારૂના પૈસા માંગી રહ્યો હતો.

પોલિસે હત્યામાં સામેલ બે આરોપીની ધરપકડ કરી છે. કાનપુરના ચૌબેપુર વિસ્તારમાં બુધવાર સવારે તારાચંદની લાશ એક ખેતરમાં મળી હતી. પોલિસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો ખબર પડી કે મૃતક મહારાજપુરનો રહેવાસી હતો. એક દિવસ પહેલા ચૌબેપુરના રહેવાસી હર્ષિતને તેની સાથે જોવામાં આવ્યો હતો. પોલિસે જ્યારે હર્ષિતની કડકાઇથી પૂછપરછ કરી તો તેણે બધુ કબૂલ કર્યુ. પોલિસે હત્યાના આરોપમાં તેની સાથે તેના મિત્ર શોભિતની પણ ધરપકડ કરી છે.  હર્ષિતે પોલિસને જણાવ્યુ કે, કેટલાક દિવસ પહેલા તેનો જન્મદિવસ હતો.

તારાચંદ તેની ફોઇનો છોકરો હતો. એટલે તેને પણ બોલાવ્યો હતો. જન્મદિવસના બીજા દિવસે તારાચંદે તેની બહેનનો ન્હાતો વીડિયો બનાવી લીધો અને ડિલીટ કરાવાના નામ પર તેના પાસે દારૂના પૈસા માંગ્યા. બહેનનો વીડિયો જોઇ તેનું લોહી ઉકળી ઉઠ્યુ. પહેલા તો તેણે 200 રૂપિયામાં કુહાડી ખરીદી અને પછી તેને દારૂ પીવડાવ્યો.

મંગળવારના રોજ હનુમાન મંદિરમાં ઉત્સવ હતો અને તેને મંદિર ફરાવવાને બહાને લઇ ગયો અને મિત્ર શોભિત સાથે મળી તેને કાપી ફેંકી દીધો. આ મામલામાં કાનપુરના એસપીનું કહેવુ છે કે, પોલિસે હત્યામાં સામેલ બે આરોપીની ધરપકડ કરી છે. હર્ષિતે રંજિશમાં તેની હત્યા કરી છે. છેડછાડ મામલે હાલ તપાસ થઇ રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Shah Jina