ગંભીર રીતે ઘાયલ થયો કિંગ કોબ્રા, પછી એક વ્યક્તિ તેના માટે ભગવાન બનીને આવ્યો અને દેશી રીતે કરી દીધી સારવાર, જુઓ વીડિયો
Man Put Turmeric On Snake Wound : ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાના માટે નહિ પરંતુ બીજા માટે જીવતા હોય છે. એ લોકોના દિલમાં પ્રાણીઓ માટે પણ અનોખો પ્રેમ છુપાયેલો હોય છે અને આ પ્રાણીપ્રેમના કારણે તે કેટલાય પ્રાણીઓની મદદ પણ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો તમે જોયા હશે જેમાં કેટલાય લોકો પ્રાણીઓની મદદ કરતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ સાપની મદદ કરતો જોવા મળી રહ્યા છે.
સાપનું નામ સાંભળીને જ કોઈપણ ડરી જાય, સાપને જોતા જ લોકો દૂર ભાગતા હોય છે, ત્યારે સાપને મદદ કરવાનું તો કોઈ સપનામાં પણ ના વિચારી શકે. ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક સારા દિલના વ્યક્તિએ ઘાયલ સાપને જે રીતે મદદ કરી તે જોઈને ઈન્ટરનેટ તે વ્યક્તિનું ફેન બની ગયું! એક સાપ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર મોટો ઘા હતો. એવો ઘા, જેને જોઈને તમે પણ ડરી જાવ. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાના પાર્ટનરની મદદથી સાપને કાબૂમાં રાખ્યો અને પછી તેની દેશી સારવાર કરી.
આ પછી, તેને બોટલમાંથી પાણી પણ આપવામાં આવ્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણી પીતી વખતે સાપ ખૂબ જ શાંત દેખાઈ રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે આ સમાચાર લખાય છે ત્યાં સુધી 1 કરોડથી વધુ યુઝર્સ તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સાપના ઘા પર હળદર લગાવી રહ્યો છે. જ્યારે અન્ય વ્યક્તિએ સાપ પકડનારની લાકડી વડે કોબ્રાનું મોં પકડ્યું છે.
View this post on Instagram
જ્યારે કેમેરા સાપના ઘા પર જાય છે, ત્યારે તે ખૂબ જ ભયાનક દેખાય છે. એવું લાગે છે કે લડાઈમાં સાપને આ ગંભીર ઈજા થઈ છે. વ્યક્તિ સાપના ઘા પર હળદરના બે પેકેટ મૂકે છે. આ પછી તે સાપને બોટલમાંથી પાણી પણ આપે છે. સાપને પાણી પીતા જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને તેની નિર્દોષતાની ખાતરી થઈ ગઈ! ત્યારે આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટમાં આ વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે.