એક અબોલા શ્વાનને બચાવવા માટે આ વ્યક્તિએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો, વીડિયો જોઈને તમે પણ આ કામને કરશો સલામ

આપણે ઘણા લોકોને જોયા હશે જે પ્રાણીપ્રેમી હોય છે, ઘણીવાર લોકો અબોલા જીવને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, એવી ઘણી ઘટનાઓ કેમેરામાં પણ કેદ થઇ જાય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ અબોલા શ્વાનને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ અબોલા શ્વાનનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યો છે. વીડિયો જોઈને લોકોને દાંત નીચે આંગળી દબાવવાની ફરજ પડી રહી છે. શ્વાનને બચાવવા માટે વ્યક્તિ એક અનોખો જુગાડ પણ લગાવે છે, જે દર્શકોનું દિલ જીતી લે છે. તમે જોઈ શકો છો કે તે માણસ જેસીબીના કેચર પર બેસીને ઝડપથી વહેતી ગટરમાંથી શ્વાનનો જીવ બચાવતો જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ જોયું કે એક શ્વાન જોરદાર પ્રવાહ સાથે મોટી ગટરમાં ફસાઈ ગયો છે. આ પછી તે જેસીબીના કેચર પર બેસીને શ્વાનને બચાવવા પહોંચી જાય છે. તમે જોઈ શકો છો કે ગટરનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. શ્વાન ઝડપથી વહી રહ્યો છે અને વ્યક્તિ તરફ આવી રહ્યો છે. આ દરમિયાન પોતાનો જીવ હથેળી પર રાખીને ખૂબ કાળજીથી તે શ્વાનને પકડી લે છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જો કોઈ વ્યક્તિ નાનકડી ભૂલ કરે તો તેનો જીવ પણ જોખમમાં આવી શકે છે.

છેલ્લે જોવા મળે છે કે તે વ્યક્તિ તે શ્વાનને પકડીને ગટરમાંથી બહાર લાવે છે. આ વીડિયો ટ્વિટર પર ગુડન્યૂઝ મૂવમેન્ટ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં લાખોથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મોટા ભાગના યૂઝર્સ વીડિયો જોઈને દંગ રહી ગયા છે અને વ્યક્તિની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.

Niraj Patel