પોલીસ વાળા ઉઠાવીને લઇ જતા હતા કાર, વ્યક્તિએ કહ્યું, “મારો દર્દી મરી જશે, કાર ઉતારો”, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં આમ તો ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ કેટલાક વીડિયો ખુબ જ ભાવુક કરી દેનારા હોય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસને વિનંતી કરી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે પોલીસવાળા એક કારને ટોઇંગ કરીને જેસીબી દ્વારા લઇ જઈ રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ જેસીબી ઉપર ચઢી અને પોલીસવાળાને જણાવી રહ્યો છે કે “કાર ઉતારો મારો દર્દી મરી જશે !”

સોશિયલ મીડિયામાં આ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને તેના ઉપર ઘણા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે. આ વીડિયોને એક ટ્વીટર યુઝર્સ સુપ્રિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેની સાથે કેપશનમાં તેમને લખ્યું છે, “મારો દર્દી મરી જશે !”

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ત્યારે લોકો હવે આના ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા લોકો પોલીસ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે તો ઘણા લોકોનું કહેવું છે કે “આ ખરાબ સમયમાં શરમજનક વીડિયો.” જુઓ તમે પણ આ વીડિયો..

Niraj Patel