એક નાના એવા સાપે આ વ્યક્તિનું કરી નાખ્યું કરોડો રૂપિયાનું નુકશાન, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

સાપની બીક દરેક વ્યક્તિને લાગતી હોય છે, રસ્તામાં જો સાપ સામે મળી જાય કે પછી ઘરમાં પણ જો સાપ આવી જાય તો આપણે ડરીને ભાગી જતા હોય છે, ઘણા લોકો એવા પણ હોય છે જે સાપને જોતા જ તેને મારી નાખવાનું વિચારતા હોય છે, પરંતુ હાલમાં એક ઘટના એવી સામે આવી છે જે જાણીને તમે પણ હેરાન રહી જશો. એક વ્યક્તિને સાપ મારવા જતા કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

આ ઘટના બની છે અમેરિકામાં. આ વ્યક્તિના ઘરની અંદર સાપ દેખાયો હતો, જેને મારવા માટે આ વ્યક્તિએ એવું કર્યું કે તેનું આખું ઘર જ સળગીને રાખ થઇ ગયું હતું. આ વ્યક્તિને લગભગ 13 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ વ્યક્તિએ ઘરના ખૂણામાં સાપ જોતા જ તેને મારવાની યોજના બનાવી.

સાપને મારવા માટે આ વ્યક્તિએ સળગતા કોલસાનો ટુકડો સાપ ઉપર ફેંક્યો જો કે સાપ માર્યો કે નહિ તે વાતની તો ખબર નથી પડી પરંતુ હા તેનું આખું જ ઘર બળીને રાખ થઇ ગયુ. સીએનએન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ મામલો મેરીલેન્ડનો છે. જ્યાં એક વ્યક્તિને ઘરમાં સાપ દેખાતા તાપણીમાંથી સળગતો કોલસો ઉઠાવીને સાપ ઉપર નાખ્યો પરંતુ આ નિર્ણય ભૂલ ભરેલો બન્યો અને તેનું આખું જ ઘર બાળીને રાખ થઇ ગયું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે 23 નવેમ્બરના રોજ ઘરમાં આગ બુઝાવવા માટે 75 ફાયર ફાયટર્સ મોકલવામાં આવ્યા હતા. ખુબ જ મહેનત બાદ ઘરની આગ ઉપર બીજા દિવસે કાબુ મેળવવામાં આવ્યો. ત્યાં સુધી આ બહુમાળી ઘર સળગીને રાખ થઇ ગયું હતું.

Niraj Patel