આજે જમાનો આધુનિક બની ગયો છે અને આજે મોટાભાગના લોકો જીવન જરૂરિયાતથી લઈને મોજશોખની તમામ વસ્તુઓ ઓનલાઇન જ ખરીદતા હોય છે. પરંતુ ઘણીવાર ઓનલાઇન ખરીદી કરવી મુસીબતનું કારણ પણ બનતી હોય છે, ઘણીવાર ઘરે આવેલા સામાનમાં જે વસ્તુ મંગાવી હોય તેના કરતા જુદી જ વસ્તુ નીકળતી હોય છે.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ઈ કોર્મસ વેબસાઈટથી આઈફોન -12નો ઓર્ડર કર્યો હતો. પરંતુ ડિલિવરી મળ્યા બાદ જયારે તેને પેકેટ ખોલ્યું ત્યારે અંદર જોઈને તેના મોતિયા મરી ગયા હતા. તેને પેકેટ ખોલ્યું તો બોક્સમાંથી એક કપડાં ધોવાનો સાબુ અને 5 રૂપિયાનો સિક્કો નીકળ્યો. આ વ્યક્તિએ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી.

કેરળના અલુવા નિવાસી નુરુલ અમીન એક NRI છે. તેને હાલમાં જ ઓનલાઇન આઈફોન-12 મોબાઈલનો ઓર્ડર આપ્યો હતો. નુરુલના જણાવ્યા પ્રમાણે તેને એમેઝોનથી આઈફોન મંગાવ્યો હતો, જેની કિંમત ત્યાં 70,900 રૂપિયા હતી. અઠવાડિયા બાદ જયારે તેને તેનો ફોન મળ્યો ત્યારે તેને તેની ખુશીનું ઠેકાણું ના રહ્યું.

પરંતુ જયારે તેને પાર્સલ ખોલ્યું ત્યારે તેના હોશ ઉડી ગયા, કારણ કે 70,900 રૂપિયાના આઈફોનની જગ્યાએ પેકેટમાં વિમ બાર સાબુ અને 5 રૂપિયાનો સિક્કો નીકળ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીરમાં સાબુ અને 5 રૂપિયાનો સિક્કો દેખાઈ રહ્યો છે.નરુલે આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ કરી.

પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી તો માલુમ પડ્યું કે નુરુલને જે ફોન મળવાનો હતો તે સપ્ટેમ્બરમાં જ ઝારખંડના કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો. આ વાત IMEI નંબર દ્વારા જાણવા મળી. જો કે ઓર્ડર ઓક્ટોબરમાં જ આપવામાં આવ્યો હતો. જયારે પોલીસે વિક્રેતાનો સંપર્ક કર્યો ત્યારે કહ્યું કે ફોન સ્ટોકમાં નથી અને નુરુલ દ્વારા કરવામાં આવેલી ચુકવણીની રકમ પરત કરી દેવામાં આવશે.