છેલ્લા 61 વર્ષથી આ 80 વર્ષના દાદાને ઊંઘ જ નથી આવી, સતત રહે છે જાગતાને જાગતા જ….જાણો એવું તો શું થયું હતું તેમના જીવનમાં ? જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

2-5 દિવસ, મહિના કે વર્ષ નહીં પણ આ દાદા છેલ્લા 61 વર્ષથી સુઈ નથી ગયા, કારણ છે ખુબ જ હેરાન કરી દેનારું… જુઓ

ડોકટરો કહે છે કે માણસને ઓછામાં ઓછી 7 કે 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. જેના કારણે જ સ્વસ્થ રહી શકાય છે. પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં હાથમાં મોબાઈલ હોય તો ઊંઘ ક્યાં જતી રહે તેની ખબર નથી પડતી અને લોકો રાત્રે મોડા સુધી જાગતા પણ હોય છે. જેના કારણે આજના સમયમાં લોકોના સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે.

ત્યારે ઘણા લોકો સતત 1-2 દિવસ સુધી સુઈ ગયા વગર પણ ચલાવી લેતા હોય છે. ત્યારે હાલ એક એવા વ્યક્તિની કહાની સામે આવી છે જે છેલ્લા 61 વર્ષથી સુઈ નથી ગયા. આ જાણીને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જાય અને મનમાં પહેલો પ્રશ્ન એજ આવે કે આ કેવી રીતે સંભવ બને કે કોઈ વ્યક્તિને 61 વર્ષ સુધી ઊંઘ ના આવી હોય ?

આ વ્યક્તિનું નામ થાઈ એનગોક છે. થાઈએ પ્રખ્યાત યુટ્યુબર ડ્રૂ બિંકીને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે 1962થી તેની ઊંઘ હંમેશ માટે ગાયબ થઈ ગઈ છે. વર્ષોથી તેની પત્ની અને બાળકો ઊંઘે છે પરંતુ તે ઉંઘી શકતો નથી. 80 વર્ષીય એન્જોકે જણાવ્યું કે 18 વર્ષની ઉંમરે તેને તાવ આવ્યો અને તે રાત પછી તે ક્યારેય સૂઈ શક્યો નહીં. તે ઈચ્છે છે કે તે પણ સૂઈ જાય.

એન્જોકે કહ્યું કે તે દરરોજ બેડ પર સૂઈ જાય છે અને પછી આંખો બંધ કરીને સૂવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના મગજમાં કંઈક ચાલતું રહે છે. જેના કારણે તેની ઊંઘ પૂરી નથી થતી. તેણે કહ્યું કે તે હજારો રાતોથી જાગ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન એન્જોકે જણાવ્યું કે તે દેશી દારૂ બનાવવાનું કામ કરે છે અને રાત્રે 3 વાગ્યા સુધી ડ્યુટી કરે છે.

તેમણે કહ્યું કે આ અંગે સત્ય જાણવા માટે કેટલાક લોકો વિદેશથી આવ્યા હતા અને તેમની સાથે રાતવાસો કરીને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. વાસ્તવિકતા સામે આવ્યા બાદ તેમને પણ આશ્ચર્ય થયું હતું. નિષ્ણાતો કહે છે કે તેને ઈનસોમ્નિયા અથવા અનિદ્રા કહેવામાં આવે છે. જેના કારણે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પરંતુ બહારથી જોતા એન્જોક સ્વસ્થ દેખાઈ રહ્યા છે.

Niraj Patel