પ્રેમ માટે આ યુવકે ઘટાડ્યુ 140 કિલો વજન, સગાઇ બાદ પત્ની માટે એવો ફિટ થયો કે સુપરહિટ થઇ ગયો, વાંચો સમગ્ર વિગત

તમે ઘણીવાર એવું સાંભળ્યુ હશે કે લોકો પ્રેમમાં કોઇ પણ હદ પાર કરી લેતા હોય છે. પ્રેમ માટે માણસ શું બની જાય છે. પ્રેમ માટે માણસ પોતાને બદલી લેતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

આવી જ એક સ્ટોરી છે John Allaire ની… જોને તેની ગર્લફ્રેન્ડ માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે, જોવાવાળા તો જોતા જ રહી ગયા છે. તેણે તેની ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે લગભગ 1 વર્ષમાં 140 કિલો વજન ઉતાર્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

જોનનું વજન 244 કિલો હતું. તેમના પરિવારમાં આજ સુધી કોઇ ફિટ રહ્યુ નથી. ઘરના બધા સભ્યોનું શરીર વધારે છે. પરંતુ જોનને ફિટ થવું હતું. હવે તમને એ વાત જાણવી હશે કે જયારેે ઘરમાં કોઇ જ ફિટ નથી તો જોનને કેમ ફિટ થવું હતું.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

જોનની ગર્લફ્રેન્ડ કાઇલા (Caila) કોલેજના દિવસોમાં તેમની મિત્ર હતી. બંને એકબીજાને ઘણા લાંબા સમયથી જાણતા હતા. જયારે જોને કાઇલાને લગ્ન માટે પ્રપોઝ કરી તો જોનનું હેવી શરીર હોવા છત્તાં લગ્ન માટે તેણે હા કહી દીધી.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

Illumeably અનુસાર, જયારે તેમની મિત્ર કાઇલાએ લગ્ન માટે હા કહી ત્યારે તેમણે એ નિર્ણય કર્યો કે તે તેમની થનારી પત્ની માટે ફિટ થશે. જોને તે માટે પહેલા તેમના ખાવાનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, બાળપણમાં જ તેમના પિતાનું નિધન થઇ ગયુ હતુ જેનેે કારણે તેઓ એકલા પડી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

જોન તેમના ખાવા-પીવાનું ધ્યાન રાખતા ન હતા. તે જ કારણે તેમનું વજન 244 કિલો થઇ ગયુ હતું. પરંતુ કાઇલા માટે તેઓએ ધ્યાન રાખવાનું શરૂ કર્યુૃં અને ઘણી મહેનત બાદ તેઓએ વર્ષે 140 કિલો વજન ઉતાર્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

જોનનું વજન એટલુ વધી ગયુ હતુ કે, તેઓ ફર્નીચર પર બેસતા તો તે તૂટી જતું. તેમણે ઘણી ખુરશીઓ અને સોફા તોડ્યા છે. લોકો તેમને આ વાત પર ઘણા ચિડાવતા હતા અને તેમને ઘણીવાર મરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ તેમની મિત્ર કાઇલા તેમની સાથે હતી. કાઇલા જોનને તે રીતે જ પ્રેમ કરતી હતી જેવા તે છે. પરંતુ જોન ઇચ્છતા હતા કે, તેઓ આ સંબંધમાં તેમનું બેસ્ટ આપે.

 

View this post on Instagram

 

A post shared by John Thomas Allaire (@540fitness)

જોને સૌથી પહેલા ડાઇટ પર ધ્યાન આપ્યુ, બાદમાં તેઓએ જિમ જવાનું શરૂ કર્યુ. તેઓની મહેનતથી તેમના કોચ પણ ઘણા ખુશ હતા. 1 વર્ષની અંદર જોને 140 કિલો વજન ઉતાર્યું. તેઓએ તેમની સ્ટોરી ઇન્સ્ટાગ્રામથી લોકો સુધી પહોંચાડી.

Shah Jina