ભારતના લોકોને જુગાડી શા માટે કહેવાય છે તેનું ઉદાહરણ આપતો જોઈ લો આ વીડિયો, આ માણસે LPG ગેસ સિલેન્ડરથી કરી કપડાને ઈસ્ત્રી

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો જોવા મળે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે જેને જોઈને લોકો ચોંકી જાય છે. આ દિવસોમાં એક વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ LPG ગેસથી કપડાંને ઇસ્ત્રી કરતો જોવા મળે છે. ઈન્ટરનેટ યુઝર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયો બનાવનાર વ્યક્તિ પણ ચોંકી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કપડા પ્રેસ કરી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તે કપડા પ્રેસ કરવા માટે કોલસા કે વીજળીનો નહીં, પરંતુ એલપીજી ગેસનો ઉપયોગ કરી રહ્યો છે. આ ઉપરાંત વીડિયો બનાવનાર વ્યક્તિ આશ્ચર્યચકિત છે કે કેવી રીતે કોઈ સિલિન્ડર વડે કપડાં પ્રેસ કરી રહ્યું છે. વીડિયો બનાવનાર વ્યક્તિ કપડા ઈસ્ત્રી કરતા વ્યક્તિને પૂછતો જોવા મળે છે કે તેણે આની શોધ કેવી રીતે કરી.

સાથે જ કપડા પ્રેસ કરનાર વ્યક્તિ જવાબમાં કહે છે કે તેને આ અંગે કંઈ ખબર નથી. વ્યક્તિ એ પણ જણાવે છે કે તે છેલ્લા 4 વર્ષથી આ રીતે કપડા પ્રેસ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે માણસે સીધી જ સિલિન્ડર પર પાઈપ લગાવી છે અને તેને પ્રેસમાં ફીટ કરી છે. પ્રેસ આનાથી વધુ કેવી રીતે ગરમ થઈ રહ્યું છે તે સમજી શકાતું નથી. પરંતુ આ વ્યક્તિ કપડા પ્રેસ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by BrainChod (@brainchod)

આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત હજારો લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે. આ વીડિયો જોઈને એક યુઝરે કહ્યું કે આ ટેકનિક ઘણી જૂની છે. આ ટેકનિકનો ઉપયોગ ઘણા સમય પહેલાથી ઘણી જગ્યાએ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે પ્રેસમાં ગરમી ક્યાંથી આવે છે. ઘણા લોકો તેને નકલી પણ ગણાવી રહ્યા છે.

Niraj Patel