સિંહના વાડામાં ઘુસી ગયો આ માણસ, પછી કરવા લાગ્યો સિંહ સાથે વાતો, ગુસ્સે ભરાયેલા સિંહોએ હુમલો કર્યો છતાં પણ ઉભો રહ્યો અને પછી… જુઓ વીડિયો

ઘણા લોકો એવા હોય છે જેમને જોઈને આપણે પણ એમ વિચારીએ કે આ લોકો દિમાગનું શું કરતા હોય છે ? ઘણીવાર તે એવા કારનામા કરતા હોય છે જે તેમના જ માટે જોખમ કારક સાબિત થતા હોય છે. ઘણી વખત આવા લોકો સફળ થાય છે, અને કેટલીકવાર તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો જ એક વીડિયો લોકોના હોશ ઉડાવી રહ્યો છે. આ વીડિયોમાં સિંહના વાડામાં એક વ્યક્તિને જોઈને એવું લાગી રહ્યું છે કે તે સિંહ સાથે વાત કરી રહ્યો છે.

આ વીડિયો જોયા પછી કોઈના પણ રૂંવાડા ઉભા થઇ શકે છે. વીડિયોમાં એક વ્યક્તિએ ઉદારતા બતાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને સિંહોના વાડામાં પહોંચી ગયો. તે પછી જે થયું તે જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે. ત્યાં હાજર સિંહે પણ આ વ્યક્તિને સબક શીખવાડી દીધો. ગુસ્સામાં આવેલા સિંહે માણસને પંજો પણ માર્યો. એટલું જ નહીં, સિંહે ગર્જના શરૂ કરી અને હુમલાખોર બનીને વ્યક્તિના પગ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.

સિંહને પોતાની સામે આટલા ગુસ્સામાં જોઈને એ વ્યક્તિને નાની યાદ આવી ગઈ હશે. માત્ર 45 સેકન્ડના આ વીડિયોએ લોકોને દંગ કરી દીધા છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘સિંહો સાથે વાત કરવા’ માટે વ્યક્તિ સિંહના વાડામાં ચઢી ગયો. આ વીડિયો જોઈને લોકો અલગ-અલગ અને ફની રિએક્શન આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવેલો આ વીડિયો ખરેખર વ્યક્તિના મૂર્ખ કૃત્યને કારણે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. ઘણા લોકો આ વ્યક્તિને મૂર્ખ ગણી રહ્યા છે તો ઘણા લોકો આ વ્યક્તિને જિંદગીથી કંટાળી ગયેલો માની રહ્યા છે. સિંહ દ્વારા હુમલો કરાયો હોવા છતાં આ વ્યક્તિ ત્યાં જ ઉભો રહે છે અને વાતો કરવા લાગે છે.

Niraj Patel