રોડ પર સાઇકલ લઈને શાંતિથી જઈ રહેલા વ્યક્તિ પર દીપડાએ પાછળથી આવીને કર્યો હુમલો, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો થયો વાયરલ

જંગલી પ્રાણીઓ ખુબ જ ખતરનાક હોય છે, તે ક્યારે હુમલો કરે તે કઈ કહેવાય નહિ. જંગલમાંથી જો આપણે પસાર થતા હોઈએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કે કોઈ જંગલી પ્રાણી આપણા ઉપર હુમલો ના કરે. ત્યારે ઇન્ટરનેટ ઉપર પણ પ્રાણીઓ દ્વારા અન્ય પ્રાણીઓ કે માણસો ઉપર હુમલો કરવાના વીડિયો વાયરલ થતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સાઇકલ લઈને જઈ રહેલા એક વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.

આ ક્લિપ IFS ઓફિસર પરવીન કાસવાને ટ્વિટર પર શેર કરી હતી.આ રૂંવાડા ઉભી કરી દેનારી ઘટના જાન્યુઆરીમાં કાઝીરંગામાં અધિકારીઓ દ્વારા સ્થાપિત કેમેરામાં કેદ થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. ક્લિપની શરૂઆત જંગલમાંથી પસાર થતા હાઇવે પર સાઇકલ ચલાવતા માણસથી થાય છે.

વીડિયોમાં થોડીક સેકન્ડ માટે એક દીપડો ઝાડીઓમાંથી કૂદીને માણસ પર ત્રાટકતો જોવા મળે છે. જો કે, માણસ પોતાનો જીવ બચાવીને સલામત રીતે ભાગી જાય છે અને દીપડો પણ જંગલમાં પાછો ભાગી જાય છે. IFS એ જણાવ્યું કે દીપડો અનુકૂલનશીલ જાતિનો છે. જેનો અર્થ થાય છે કે તેઓ આસપાસના વાતાવરણ સાથે ઝડપથી ભળી જાય છે. તેઓ ખેતરોમાં, શેરડીના પાકમાં, ચાના બગીચાઓમાં અને શહેરોમાં પહાડો અને જંગલોમાં પણ રહે છે.

ક્યારેક તેમનો સામનો કરવો સલામત છે, પરંતુ ક્યારેક મામલો ગંભીર બની જાય છે. જરા કલ્પના કરો કે કોઈ સાયકલ સવાર દીપડાને અથડાશે. 45 સેકન્ડના આ વીડિયોમાં પીળા શર્ટ પહેરેલ એક વ્યક્તિ સાઈકલ પર રસ્તાની બાજુમાં આરામથી જતો જોઈ શકાય છે. અચાનક જ દીપડો જંગલમાંથી નીકળે છે અને તેની સાથે અથડાય છે. એક તરફ દીપડો ગભરાઈને પાછો જંગલમાં ભાગી જાય છે. જ્યારે સાયકલ સવાર સંતુલન ગુમાવવાને કારણે રોડ પર પડી જાય છે. જો કે, તે ગભરાઈને ઝડપથી ઊભો થઈ જાય છે અને તરત ત્યાંથી સાઇકલ લઈને ભાગી જાય છે.

Niraj Patel