ચોમાસાની અંદર ઝરણાના પાણીમાં મજા માણવા જતા હતા કાકા, અને પછી થયું એવું કે મજા બની ગઈ સજા ! જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષય ઉપર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી મજેદાર ઘટનાઓ જોવા મળતી હોય છે કે તેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગી જઈએ. ખાસ કરીને વરસાદમાં આવી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિ પાણી ભરેલા ખાડામાં પડી જતો હોય છે તો કોઈ કેટલીક વિચિત્ર હરકતો કરતો હોય છે. પરંતુ ઘણીવાર ચોમાસામાં ગંભીર અકસ્માત પણ સર્જાતો હોય છે.

સોશિયલ મીડિયામાં હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે લોકોને પેટ પકડીને હસાવી રહ્યો છે તો ઘણા લોકો માટે આ વીડિયો એક ચેતવણી સમાન પણ છે. કારણ કે આ વીડિયોમાં જે ઘટના બની છે તે કોઈની પણ સાથે ઘટી શકે છે અને ખાસ આ ચોમાસાના સમયમાં જે લોકો ફરવા માટે જાય છે તેમના માટે તો લાલબત્તી સમાન કિસ્સો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કાકા ઝરણાનો આનંદ માણવા માટે જતા હોય છે. વીડિયોમાં ઊંચી ટેકરી ઉપરથી પડતું ઝરણું જોવા મળી રહ્યું છે અને કાકા ઉતાવળમાં આ ઝરણા પાસે જાય છે, ત્યારે જ ઝરણાની પાસે પથ્થર ઉપર તેમનો પગ લપસે છે અને કાકા જોરદાર રીતે નીચે પટકાય છે.

 

View this post on Instagram

 

A post shared by FailArmy (@failarmy)

વીડિયો જોઈને લાગી રહ્યું છે કે કાકાને સામાન્ય ઈજાઓ પણ થઇ હશે. જેના બાદ કાકા ત્યાં બેસી જતા જોવા મળે છે. આ ઘટના કયારે અને ક્યાં બની હતી તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લગભગ આ વીડિયોને 10 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel