રોડ ઉપર ઉછળી ઉછળીને ડાન્સ કરી રહેલા આ વ્યક્તિને જોઈને લોકોએ કહ્યું, “ભારતને મળી ગયો દેશી જેક્સન”, જુઓ વીડિયો

ભારતની અંદર ટેલેન્ટની કોઈ કમી નથી, જેના ઘણા પુરાવા આપણી આસપાસ પણ જોવા મળે છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના ટેલેન્ટના દમ ઉપર દુનિયા જીતી લેતા હોય છે, વળી આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્યારે કોઈપણ વ્યક્તિના ટેલેન્ટને વાયરલ થતા વાર પણ નથી લાગતી.

હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક વ્યક્તિના ટેલેન્ટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેનો ડાન્સ જોઈને લોકો પણ તેના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે. આ વ્યક્તિનો વીડિયો બનાવીને કોઈએ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો છે, જેના બાદ તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોને ઘણા લોકોએ અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પોસ્ટ કર્યો છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક નાના કદનો વ્યક્તિ ધમાકેદાર ડાન્સ કરી રહ્યો છે. તેના મૂવ્સ પણ ગજબના છે. તે કયારેક ઉછળીને નીચે આવે છે તો ક્યારેક એવું કરે છે કે તેનામાં માઈકલ જેક્શનનો અંદાજ પણ જોવા મળે છે. પેન્ટ શર્ટમાં જોવા મળી રહેલો આ વ્યક્તિ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વાયલર વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, કોઈ તેને દેશી માઈકલ જેક્શન કઈ રહ્યું છે તો કોઈ વળી આ વીડિયોને જોઈને એમ પણ કહી રહ્યું છે કે તે નશામાં છે, પરંતુ ઘણા લોકો તેના નશામાં હોવાના દાવાને ખોટો પણ પાડતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel