લગ્નમાં આવી કેવી પ્રથા ? વર-કન્યા પર ઢાંક્યું કપડું અને પછી એક યુવાને કર્યું એવું કે કન્યાને કચડીને આગળ નીકળી ગયો, લોકો પણ બગડ્યા, જુઓ વીડિયો

લગ્નમાં જૂતા ચોરીના રિવાજ દરમિયાન ઘણા લોકોને લડતા જોયા હશે, પરંતુ આ વિધિમાં તો મિત્રોએ કર્યું એવું કે વર-કન્યાને પણ કચડી નાખ્યા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે લગ્નનો માહોલ હોય ત્યારે તમે પણ લગ્નના ઘણા બધા વીડિયો વાયરલ થતા જોયા હશે. જેમાં ઘણા વીડિયોની અંદર વર કન્યા કે લગ્નમાં આવેલા તેમના મિત્રો દ્વારા કરવામાં આવતા મસ્તી મજાક જોયા હશે તો ઘણીવાર લગ્નની અવનવી વિધિઓ પણ જોઈ હશે.

ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં લગ્નમાં એક અનોખી વિધિ જોવા મળી રહી છે, જેને જોઈને લોકો પણ બગડ્યા હતા. જ્યારે વર-કન્યા મંડપમાં બેઠા હોય છે ત્યારે ઘણી વખત કેટલાક લોકો એવા કાર્યો કરે છે જે ન થવા જોઈએ. કેમેરા સામે આવું કૃત્ય કરીને તે લોકોની નજરમાં આવી જાય છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને મોટાભાગના લોકો ઉશ્કેરાઈ ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા મંડપમાં બેઠા છે. આ દરમિયાન, એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેમાં વરરાજા અને વરરાજાના પક્ષમાંથી બે લોકો સફેદ ચાદર લે છે અને તેના પર ચોખા મૂકે છે અને તેને ત્રણ વખત ઉપર ફેંકે છે. ત્રીજી વાર ચોખા હવામાં ઉછાળતાની સાથે જ તેણે તે ચાદર બંને બાજુથી ખેંચવાનું શરૂ કર્યું. આ હંગામામાં ડાબી બાજુનો વ્યક્તિ ચાદર સહિત વર-કન્યા પર પડી ગયો. વર-કન્યા સંપૂર્ણપણે જમીન પર પડેલા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by TikTok Nepal Official (@neptiktok)

કન્યાને પણ કચડીને તે વ્યક્તિ ચાદર લેવા માટે દોડતો નજર આવે છે. વર-કન્યા લાંબા સમય સુધી જમીન પર પડી રહ્યાં. માત્ર થોડીક સેકન્ડના વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ વીડિયો નેપ્ટિકટોક નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોજોઈ ચુક્યા છે અને વીડિયો જોઈને આવી વિધિ પર પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel