જુઓ જંગલમાં કેવી રીતે આ તરસ્યા કોબરાને આ યુવકે બોટલથી પાણી પીવડાવ્યું, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

મનુષ્ય અને પ્રાણીઓમાં એક અલગ જ પ્રેમ હોય છે. ઘણા લોકો પ્રાણીઓને પાળતા પણ હોય છે. પરંતુ જો સાપનું નામ આવે તો ? અને એમાં પણ કોબરા સાપ સામે તો કોઈ જવાની પણ હિંમત ના કરે પરંતુ એક વ્યક્તિએ તરસ્યા કોબરા સાપને પણ પાણી પીવડાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ બોટલ દ્વારા કોબરા સાપને પાણી પીવડાવે છે. અને સાપ પણ ખુબ જ આરામથી પાણી પી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને લોકો આ વ્યક્તિના સાહસની પણ પ્રસંશા કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર ઉપર શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “પ્રેમ અને પાણી. જીવન માટે બે સૌથી વધુ જરૂરી વસ્તુઓ”

સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં આવા કારનામા પણ જોવા મળે છે. જેને જોનારા પણ ખુબ જ પસંદ કરે છે અને આવા સાહસને પણ સલામ કરે છે. જુઓ તમે પણ આ વાયરલ થઇ રહેલો વીડિયો.

Niraj Patel