હાઇવે પર બકરા ભરીને જતી ટ્રકમાં ઘુસી ગયો એક વ્યક્તિ, પછી ચાલુ ટ્રકમાંથી જ એક પછી એક નીચે નાખ્યા અબોલા જીવને, વીડિયોએ જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

ચાલુ ટ્રકમાંથી એક પછી એક નીચે પડી રહ્યા હતા બકરા, જોયું તો એક વ્યક્તિ નીચે નાખી રહ્યો હતો, પછી ચાલુ ટ્રકમાંથી ઉતરીને લકઝુરિયસ કારમાં બેસીને જતો રહ્યો.. જુઓ વીડિયો

Man Dropping The Animals From The Truck : આજે વિશ્વ આધુનિક બની ગયું છે. ટેકનોલોજી બદલાઈ ગઈ છે. ગુનાની પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. ગુનેગારો હંમેશા ચોરી માટે અનેક યુક્તિઓનો ઉપયોગ કરતા હોય છે. ઘરફોડ ચોરી, તાળા તોડવા અને ખબર નહીં શું, પરંતુ આ વખતે ચોરીનો એવો મામલો સામે આવ્યો છે, તે ખરેખર ખૂબ જ અમાનવીય અને ભયાનક છે.

આ વખતે ચોરોએ ચોરી માટે લક્ઝરી કારનો ઉપયોગ કર્યો  અને એ પણ બકરા ચોરી કરવા. લક્ઝુરિયસ કારમાંથી ચોરોએ બકરાની ચોરી કરી છે. હાઇવે પર ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ દાંત નીચે આંગળી દબાવશો.

આ વીડિયો યુપીના કાનપુર-ઉન્નાવ હાઇવેનો છે, જ્યાં એક ચોર પશુઓથી ભરેલા ટ્રકમાંથી બકરાઓને રસ્તા પર ફેંકતો જોવા મળે છે. આ ઘટનાથી સંબંધિત જે વીડિયો સામે આવ્યો છે તે રાતનો છે. અહીં એક હાઇવે છે અને પર વાહનો દોડે છે. જે કારમાંથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે તેનાથી માત્ર 100 મીટર આગળ એક ટ્રક ખૂબ જ ઝડપે દોડી રહી છે.

ટ્રકમાંથી એક પછી એક બકરા રસ્તા પર પડતા જોવા મળી રહ્યા છે. જરા ધ્યાનથી જોશો તો ખબર પડે છે કે બકરીઓ પોતાની મેળે નથી પડી રહી પરંતુ ટ્રક પર સવાર એક યુવક તેમને નીચે ફેંકી રહ્યો છે. કેટલીક બકરીઓ રસ્તા પર પડ્યા પછી ઊભી થઈ જાય છે અને કેટલીક ત્યાં જ પડી રહે છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બીજી એક ગ્રે રંગની કાર જે ટ્રકમાંથી બકરા ફેંકવામાં આવી રહી છે તેની પાછળ એકધારી રીતે ચાલી રહી છે. 8-10 જેટલા બકરા ફેંક્યા બાદ આ ગ્રે કલરની કાર ટ્રકની નજીક આવે છે અને ટ્રકમાં સવાર યુવક સનરૂફમાંથી કારમાં ઘૂસી જાય છે. જો કે આ દરમિયાન બકરાં કોણે ચોર્યા તે સમજાયું નથી.

હાઈવે પર તેજ ગતિએ દોડતા વાહનો વચ્ચે બકરીઓની ચોરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો આ ઘટનામાં આગળ શું થયું અને આ વીડિયો ક્યારનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ આ વીડિયોને જોઈને લોકોના રૂંવાડા ચોક્કસ ઉભા થઇ જાય છે.

Niraj Patel