આજના સમયમાં ચોરી, લૂંટ-ફાટ, યૌન શોષણ, હત્યા વગેરે જેવા અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. જેમાના અમુક તો એવા કિસ્સાઓ હોય છે કે તેને જાણીને હેરાન જ રહી જવાય છે. એવામાં કેરળના પલક્કડ જિલ્લામાંથી ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા માત્ર નાની એવી બાબતને લીધે પતિએ પત્નીની હત્યા કરી મૌતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના ગત મંગળવારના રોજ બનેલી છે. મળેલી જાણકારીના આધારે અવિનાશને રોજ સવારે બ્રશ કર્યા વગર જ પોતાના બાળકને ચૂમવાની આદત હતી અને પોતાની પત્ની દીપિકાને પતિનું આ કામ બિલકુલ પણ ગમતું ન હતું અને તેને વારંવાર ટોક્યા કરતી હતી.
પત્નીનું માનવું હતું કે બ્રશ કર્યા વગર જ બાળકને ચુમવાથી તેને સંક્રમણ થઇ શકે છે અને તેને લીધે તે બીમાર પણ પડી શકે છે.પત્નીએ પતિને પહેલા મોં ધોઈ અને બ્રશ કરવા માટેનું કહ્યું હતું. આ બાબતને લીધે બંને વચ્ચે થોડો વિવાદ થઇ ગયો અને બાદ મોટો ઝઘડો શરૂ થઇ ગયો. ઝઘડો ખુબ વધી જતા અવિનાશે પોતાનો કાબુ ગુમાવતા ચાકુ વડે દીપિકા પર વાર કર્યો હતો, અને તેના પેટ અને ગળા પર ચાકુના ખુબ ઘા માર્યા હતા.

જો કે આ સમયે દીપિકા જોર જોરથી બૂમો પાડવા લાગી અને આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને દીપિકાને લોહી લુહાણ હાલતમાં જોઈને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યા સારવાર દરમિયાન તેની મોત થઇ ગઈ હતી. પાડોશીઓએ ઘટનાની જાણ પોલીસેના આપી અને તરત જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.પોલીસના આધારે અવિનાશ બેંગ્લોરમાં કામ કરતો હતો અને બે મહિના પહેલા જ તે કેરળ આવ્યો હતો.એવામાં પોલીસે અવિનાશની ધરપકડ કરી લીધી છે અને ઘટનાની આગળની જાંચ ચાલી રહી છે.