રિવરફ્રન્ટ પર ફોટો લેવાનો શોખ પડ્યો ભારે, યુવકનો પગ લપસ્યો, પત્નીની આંખો સામે જ મળ્યું મોત, જાણો સમગ્ર મામલો

“સાબરમતી રીવરફ્રન્ટ પર મોતની સેલ્ફી” – સેલ્ફી લેવા જતા યશ કંસારા નામના યુવકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Man died while taking a photo on the riverfront :અમદાવાદનું રિવરફ્રન્ડ પ્રવાસીઓ માટે ફરવા માટેનું એક મોટું હબ બની ગયું છે. રોજ હજારો લોકો રિવરફ્રન્ટ પર ફરવા માટે આવતા હોય છે અને ત્યાં ફોટોગ્રાફી પણ કરતા હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. એક યુવક રિવરફ્રન્ટ પર ફોટો લેવા માટે ગયો અને ત્યાં તેનો પગ લપસતાં જ તેને મોત મળ્યું. આ ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ હડકંપ મચી જવા પામ્યો હતો.

પત્ની સાથે યુવક આવ્યો હતો રિવરફ્રન્ટ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો 29 વર્ષીય યશ વિનોદ કંસારા તેની પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયો હતો. યશ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પત્ની સાથે તે પહેલા પાલડી ગયો અને ત્યાં નાસ કરીને ફરતા ફરતા રિવરફ્રન્ટ આવ્યા હતા. આ દરમિયાન પતિ પત્ની બંને ફોટો પણ પડાવી રહ્યા હતા. યશ પણ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા વૉક વે પર ઉભા રહીને ફોટો પડાવતો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

ફોટો પડાવતા થયું મોત :

આ દરમિયાન જ અચાનક તેનો પગ લપસી જતા તે નદીમાં પડી ગયો હતો. યશને નદીમાં પડતો જોઈને તેની પત્નીને બુમાબુમ કરતા જ રેક્સ્યૂ બોટ અને ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. મહામુસીબતે તેને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ બહુ મોડું થઇ ગયું હતું, યશ મોતને ભેટ્યો હતો. આ દરમિયાન પત્નીનું હૈયાફાટ રુદન સામે આવ્યું હતું. યશની પત્ની યશનો ફોટો પાડી રહી હતી તે દરમિયાન જ આ દુઃખદ ઘટના બની અને યશ પત્નીની આંખો સામે જ મોતને ભેટ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

પત્નીની આંખો સામે ગયો પતિનો જીવ :

યશે પોતાની પત્નીને છેલ્લો ફોટો પાડવા માટેનું કહ્યું અને તે રેલિંગ પર બેઠો હતો, જેના બાદ પત્ની હાથમાં યશનો મોબાઈલ લઈને ફોટો પાડવા માટે ગઈ તે દરમિયાન જ યશ પોઝ આપતો હતો અને ત્યારે જ તે પત્નીની આંખો સામે જ તે નદીમાં પડી ગયો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Niraj Patel