વેલેન્ટાઇન ડે પર આ વ્યક્તિએ ગાય પર બનાવ્યુ એવું આર્ટ કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો- જુઓ વીડિયો

વેલેન્ટાઇન ડે પર આ વ્યક્તિએ બનાવ્યુ ગજબનું આર્ટ, જોઇને લોકો પણ હેરાન- સોશિયલ મીડિયા પર આવ્યા યુઝર્સના આવા રિએક્શન

હજુ તો થોડા દિવસો પહેલા જ સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. લોકોએ આ દિવસને અલગ-અલગ રીતે સેલિબ્રેટ કર્યો. પરંતુ એક વ્યક્તિએ આ ખાસ દિવસ પર એવું અદ્ભુત આર્ટ બનાવ્યુ કે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે આ વ્યક્તિએ ગાય પર આ આર્ટ બનાવ્યુ હતુ.

આ કળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાની ગાયને લઈ જતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિએ ગાય પર એક સુંદર કપલનું ચિત્ર દોર્યું હતું. જેમાં એક યુવક એક યુવતીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે. આ વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ ગાયને દોરડાથી બાંધીને લઈ જતો જોવા મળે છે.

પરંતુ આ ગાયના આગળના પગ પર છોકરી અને પાછળના પગ પર છોકરાની તસવીર છે. રસપ્રદ વાત એ છે કે છોકરાના હાથમાં ફૂલોનો ગુલદસ્તો છે, જે તે છોકરીને આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચાલતી ગાયની આ તસવીર જોઈને લાગે છે કે છોકરો તેને ગુલદસ્તો આપવા માંગે છે, પરંતુ છોકરી આગળ વધી રહી છે અને છોકરો તેની પાછળ આવી રહ્યો છે.

જો કે વીડિયો જોયા પછી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તે કઈ જગ્યાનો છે અને તેને બનાવનાર વ્યક્તિનું નામ શું છે, પરંતુ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Shah Jina