સોશિયલ મીડિયા પર આજ કાલ વાયરલ થયેલા એક વીડિયોને ધૂમ મચાવી દીધી છે. કારણ કે આ વીડિયોમાં જે વ્યક્તિ કરતબ કરી રહ્યો છે તેને જોઈને તમને વિશ્વાસ નહીં આવે. આમ તો સોશિયલ મીડિયા પર વીડિયોની ભરમાર રહે છે પરંતુ તેમાના કેટલાક વીડિયો એવા સનસનીખેજ હોય છે કે તમને વિચારવા મજબૂર કરી દે છે.
સામે આવેલા આ વીડિયોમા એક વ્યક્તિ બિલ્ડીંગની રેલિંગને પકડીને એક પછી એક માળ ચડી રહ્યો છે. જેને જોઈને દરેક વ્યક્તિ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા છે. વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ ફિલ્મી સ્ટાઈલમાં એક બિલ્ડીંગ પર ચડતો જોવા મળે છે. આ વીડિયો તમને કોઈ હોલિવૂડ ફિલ્મની યાદ અપાવી દે છે, જેમાં કોઈ સુપર હિરો આવી જ રીતે બિલ્ડીંગ પર ચડી જાય છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યે છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોને શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે શું તમે આમ કરી શકો છો?
આ વીડિયોમાં એક વ્યક્તિ એકદમ જંગલના મોગલીની જેમ કુદકા મારીને બિલ્ડીંગ પર ચડી રહ્યો છે. તેના વાળ પણ મોગલી જેવા લાગી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ હજારો લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે પાંચ લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ વ્યક્તિ એટલી સ્પિડ અને ચપળતાથી બિલ્ડીંગના એક પછી એક માળ ચડી રહ્યો છે તેને જોઈને લાગે કે તેની આગળ તો સ્પાઈડરમેન પણ ફેલ છે.
View this post on Instagram
જો કે આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ સામે આવી નથી. જો કે આ વ્યક્તિની સ્ફુર્તિ જોઈને બધા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. જો કે આ રીતે ઘરે પ્રયોગ કરવો જોખમી હોય શકે છે. તેથી કોઈએ પ્રશિક્ષણ વગર આવો પ્રયત્ન ન કરવો. એક નાની એવી ભૂલ તમારા જીવને જોખમમાં મુકી શકે છે. into the fairies world નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.