ખતરનાક સાપને પકડવા માટે ગયો આ વ્યક્તિ, ગુસ્સે ભરાયેલા સાપે હાથ ઉપર જ ભરી લીધું બચકું, વીડિયો જોઈને તમને પણ કમકમીયા આવી જશે, જુઓ

ઇન્ટરનેટ ઉપર સાપને લઈને ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. ઘણા લોકો સાપ રેસ્ક્યુ કરવા દરમિયાન પણ વીડિયો બનાવતા હોય છે. તો ઘણીવાર ગુસ્સે ભરાયેલા સાપ કોઈ ઉપર હુમલો કરતા પણ આવા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. સાપનો ડર બધાને લાગતો હોય છે, જેના કારણે ઘરમાં સાપ આવતા જ તેને બહાર કાઢવા માટેનો રસ્તો કરવો પડતો હોય છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે.

વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયોમાં એક વ્યક્તિ પાણીના સાપને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘણા લોકોને સાપના વીડિયો ગમે છે. જો તમે પણ આવા લોકોમાં છો, તો તમને પણ આ વીડિયો ગમશે. આ વીડિયોમાં સાપે હેરાન કરનારને સારો પાઠ ભણાવ્યો છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ સાપને ચીડવે છે અને તેને હાથમાં પકડવાનો પ્રયાસ કરે છે. આ વાત પર સાપ ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિ પર જોરશોરથી હુમલો કરે છે.

સાપ હાથે કરડતાની સાથે જ વ્યક્તિના હાથમાંથી લોહી નીકળવા લાગે છે. અલબત્ત, સાપના આ હુમલા પછી વ્યક્તિનો પરસેવો છૂટી ગયો હોવો જોઈએ, પરંતુ તે વ્યક્તિ ફરીથી સાપને પકડવા લાગે છે. જો કે, સાપ પણ ફરી હુમલો કરે છે અને વ્યક્તિનો હાથ લોહીથી લાલ થઈ જાય છે. દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે પ્રાણીઓ સાથે છેડછાડનું પરિણામ તેમના જીવન પર પણ ભારે પડી શકે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં, હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ઘણા લોકો આવા ઝેરી પ્રાણીથી દૂર રહેવાની સલાહ પણ આપતા જોવા મળી રહ્યા છે

Niraj Patel