શરીરમાં એવી રીતે છુપાવ્યું હતું સોનુ કે એરપોર્ટ પર અધિકારીઓ પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, જુઓ તસવીરો
આજકાલ દેશમાં દાણચોરીના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકો પોતાની સાથે સોનુ, વિદેશી નાણું અને ઘણીવાર નશાનો સામાન લઈને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે એરપોર્ટ પર રહેલા કસ્ટમ અધિકારીઓની શંકામાં તે આવતા પકડાઈ પણ જતા હોય છે.
આવા દાણચોરો આ સામાન લાવવા માટે એવા એવા જુગાડ અપનાવે છે કે તેને જોઈને અધિકારીઓ પણ હક્કાબક્કા રહી જતા હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એરપોર્ટ પર અધિકારીઓએ એક વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાંથી સોનુ જપ્ત કર્યું છે. જે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવા માંગતો હતો.
આ મામલો સામે આવ્યો છે હૈદરાબાદ એરપોર્ટ પરથી. જેમાં સોનાની દાણચોરીનો આવો કિસ્સો સામે આવી રહ્યો છે, જે જાણીને તમારા હોંશ ઉડી જશે. અહીં કસ્ટમ અધિકારીઓએ શંકાના આધારે સાઉદી અરેબિયાથી પરત ફરેલા એક વ્યક્તિની તપાસ કરી. આ પછી સ્કેનમાં કંઈક એવું સામે આવ્યું જેનાથી તપાસ અધિકારીઓ પણ ચોંકી ગયા.
Telangana | AIU of Hyderabad Customs intercepted one male pax who arrived from Riyadh. On suspicion, baggage of the pax was searched and 514 gms of gold paste concealed in rectum in the form of three capsules was found. Value of the seized gold is around Rs 32 lakhs. The… pic.twitter.com/bt2HFkfQX8
— ANI (@ANI) April 6, 2023
આ વ્યક્તિએ તેના મળાશયમાં સોનાની પેસ્ટના બોલ બનાવીને છુપાવ્યા હતા. ત્યાર બાદ તસ્કરોના ગુદામાર્ગમાંથી તબીબી નિષ્ણાતોની દેખરેખમાં 514 ગ્રામ સોનું કાઢવામાં આવ્યું. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સોનાની કિંમત લગભગ 38 લાખ રૂપિયા છે. આરોપી દ્વારા લાવવામાં આવેલ સોનાની પેસ્ટ કસ્ટમ એક્ટની કલમ 110 હેઠળ જપ્ત કરવામાં આવી હતી અને કલમ 104 હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.