લો બોલો…મેટ્રોમાં અને સ્ટેશન પર આ ભાઈને બેસવાની જગ્યા ના મળી તો ઘરેથી જ લઈને આવી ગયો સોફા, થઇ ગયો વાયરલ.. જુઓ

મેટ્રોમાં ઘણીવાર જગ્યા ના મળવાથી પરેશાન આ વ્યક્તિએ ખાસ સોફો બનાવ્યો અને હવે તેને લઈને સાથે જ ફરે છે… જુઓ તસવીરો

છેલ્લા થોડા સમયમાં જ મેટ્રોમાંથી ઘણી બધી એવી હેરાન કરી દેનારી ઘટનાઓ સામે આવી છે જેના વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થાય છે. ઘણા લોકો મેટ્રોમાં રીલ બનાવવા માટે એવા એવા અખતરા કરતા હોય છે કે તેને જોઈને કોઈનું પણ માથું ચકરાવે ચડી જાય. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ મેટ્રોમાં સોફા લઈને ફરતો જોવા મળે છે.

મેટ્રો ટ્રેનમાં વધારે ભીડને કારણે સીટો ઝડપથી મળતી નથી. આ સમસ્યાનો સામનો કરવા માટે, એક વ્યક્તિ એક અદ્ભુત વિચાર સાથે આવ્યો. આ અનોખો કિસ્સો ચીનના એક મેટ્રો સ્ટેશનનો છે, જ્યાં આ વ્યક્તિ પોતાનો સોફા લઈને ફરતો હોય છે. તેને મેટ્રોની અંદર જ્યાં પણ જગ્યા મળે છે, તે તરત જ પોતાનો સોફા મૂકી દે છે અને પછી તેના પર આરામથી બેસીને પ્રવાસનો આનંદ માણે છે.

આ અનોખી પદ્ધતિ માટે તેણે મેટ્રો ઓથોરિટી પાસેથી પરવાનગી લીધી છે. વાયરલ તસવીરોમાં તે વ્યક્તિ મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર તેના સોફા પર આરામથી બેઠેલા પણ જોઈ શકાય છે. તે જે પણ મેટ્રોમાં જાય છે તે તેની સાથે સોફા લઈને સ્ટેશન પર બેસી જાય છે. આ વિચિત્ર પ્રયોગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ચીનના સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.

મિરરના અહેવાલ મુજબ, એક વ્યક્તિએ સિંગલ સીટર સોફાને પોતાના ખભા પર લીધો અને પછી તેને મેટ્રો સ્ટેશન પર લઈ ગયો. પછી તે તેના પર બેસીને મેટ્રોના આવવાની રાહ જોવા લાગ્યો. આ વ્યક્તિ પોતાના ઘરેથી સોફા લાવ્યો હતો અને સ્ટેશન પર મેટ્રોની રાહ જોતા તેના પર બેસી ગયો હતો. બાદમાં તે મેટ્રોની અંદર સોફા લઈને તેમાં બેસી ગયો. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા એક વ્યક્તિએ કહ્યું કે તેને ઘણી વાર મેટ્રોમાં સીટ મળતી નથી, તેથી તેણે એક ખાસ સોફા ડિઝાઇન કરાવ્યો હતો, જેને મુસાફરી દરમિયાન સરળતાથી લઈ જઈ શકાય છે.

Niraj Patel