ખતરનાક કિંગ કોબ્રાને બાથરૂમમાં લઈ જઈ ઘસી ઘસીને નવડાવી રહ્યો હતો આ વ્યક્તિ, વીડિયો વાયરલ થતા જ લોકોના પણ હોંશ ઉડ્યા… જુઓ

પોતાના બાળકની જેમ આ વ્યક્તિ ખતરનાક સાપને ઘસી ઘસીને નવડાવી રહ્યો હતો, જોઈને લોકોના જીવ પણ થયા અઘ્ધર, તમે પણ જુઓ

સાપને જોઈને દરેક વ્યક્તિના હોંશ ઉડી જતા હોય છે, આસપાસ સાપ હોવાનું સાંભળતા જ લોકો જીવ બચાવીને ભાગતા પણ હોય છે, કારણ કે સાપ જો ડંખ મારી દે તો માણસના બચવાના ચાન્સ ખુબ જ ઓછા થઇ જતા હોય છે. ત્યારે જો સાપમાં પણ કિંગ કોબ્રા આપણી આસપાસ હોય તો શું હાલત થાય તેની કલ્પના કરી શકો છો.

કિંગ કોબ્રાના ઘણા બધા વીડિયો તમે ઇન્ટરનેટ પર વાયરલ થતા જોયા હશે, જેમાં ભયાનક અને ખતરનાક સાપ જોવા મળે છે, તો ઘણા લોકો સાપનું રેસ્ક્યુ કરતા સમયે પણ વીડિયો બનાવતા હોય છે. આવા વીડિયોને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે, ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તે લોકોની કલ્પના બહારનો છે, કારણ કે આ વીડિયોમાં એક વ્યક્તિ કિંગ કોબ્રાને નવડાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે બાથરૂમમાં એક ભયાનક અને ખતરનાક કિંગ કોબ્રા છે, જેની પાસે જવાની કોઈની હિંમત ના થાય, પરંતુ એક વ્યક્તિ ત્યાં હાજર છે અને આ વ્યક્તિ પોતાના બાળકને ઘસી ઘસીને નવડાવતો હોય તેમ આ ભયાનક સાપને પણ નવડાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે સાપને પણ નાહવાની મજા પડી રહી છે અને તે ન્હાવાના ડબલાને પકડવા માંગે છે. ત્યારે આ વીડિયોને જોઈને હવે લોકોનું દિમાગ પણ ચકરાવે ચઢી ગયું છે. સખ્ત લોગ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel