‘પરદેસી પરદેસી’નું ‘તંબાકુ ખાના નહી..’ વર્ઝન વાયરલ, લોકો બોલ્યા- આ આઇડિયા જબરદસ્ત છે !

આ વ્યક્તિનું તંબાકુ ગીત સાંભળી તમે પણ થઇ જશો ફેન, ભૂલી જશો આમિર-કરિશ્માનું ‘પરદેસી પરદેસી’ ગીત

તંબાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમ છત્તાં પણ લોકો તેનું સેવન કરે છે. એવામાં જનતાને જાગૃત કરવા માટે તમામ રીત અપનાવાવમાં આવે છે, જેમાં ‘મુકેશ વાલા’ મશહૂર જાહેરાત પણ છે. તંબાકુનો નશો ઘણો ખતરનાક હોય છે. દર વર્ષે તેનું સેવન કરૂ ઘણા લોકો કેન્સર જેવી ખતરનાક બીમારીનો શિકાર થઇ જાય છે. જોકે, સરકાર તંબાકુનું સેવન ન કરવા માટે જાગૃત અભિયાન ચલાવતી રહે છે.

આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જે એક સ્કૂલનો છે. વીડિયોમાં ફિલ્મી સ્ટાઇલમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને તંબાકુનું સેવન ન કરવા જાગૃત કરી રહ્યા છે. તે આમિર ખાન અને કરિશ્મા કપૂરની સુપરહિટ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ના ગીત ‘પરદેસી પરદેસી’ને અલગ અંદાજમાં પેશ કરી રહ્યા છે. જેના બોલ છે તંબાકુ તંબાકુ ખાના નહિ, કભી ભૂલ કે…

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ ઝડપથી વાયરલ થઇ ગયો. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. આ વીડિયો પર 33 હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે અને અનેક લોકોએ કમેન્ટ્સ કરી છે. એકે લખ્યુ- લાગે છે આ ખાય છે…ત્યારે તો તેમને અનુભવ છે. બીજાએ લખ્યુ- લોકોને જાગૃત કરવાની આ રીત ગજબની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક અન્યએ લખ્યુ-પરદેસી પરદેસીનું આવું વર્ઝન ક્યારેય સાંભળ્યુ નહિ હોય. એકે લખ્યુ- આ આઇડિયા જબરદસ્ત છે. જણાવી દઇએ કે, વર્ષ 1996માં આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીનું ગીત પરદેસી પરદેસી લોકોને ઘણુ પસંદ આવ્યુ હતુ. આ ઉપરાંત ફિલ્મની સાથે સાથે તેના ગીતો પણ સુપરહિટ રહ્યા હતા.

Shah Jina