વડોદરા : અડધી રાત્રે પ્રેમિકાને મળવા ગયો યુવક તો તેના રમી ગયા રામ, 56 ક્વાટર્સમાં ચુપકેથી અડધી રાત્રે….

માં-બાપને દગો દઈને ભાગીને લગ્ન કરનારા પ્રેમી પંખીડાઓ આ જોઈ લેજો, અડધી રાત્રે પ્રેમિકાને મળવા ગયો યુવક તો તેના રમી ગયા રામ

ગુજરાતમાંથી અવાર નવાર શંકાસ્પદ હાલતમાં મોત થયા હોવાના કે પછી હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં વડોદરામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વડોદરાના શિયાપુરા નવાપુરા વિસ્તારમાં રહેતો યુવાન તેની પ્રેમિકાના ઘરે રાત્રે ગયો હતો, ત્યારે મોડી રાત્રે તે બેભાન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ પરિવારજનો યુવતીના ઘરે દોડી ગયા હતા અને યુવાનને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યો હતો. જો કે, તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઉલ્લેખનીય છે કે, દીકરાના મોત અંગે પરિવારે હત્યાની શંકા સેવી છે. જો કે, પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતો 24 વર્ષીય હર્ષ સોલંકી તેના જ વિસ્તારમાં રહેતી અને સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે ગત રાત્રે યુવતીને મળવા તેના ઘરે ગયો હતો

અને આ દરમિયાન જ રાત્રે અઢી વાગ્યા આસપાસ હર્ષ રહસ્યમય હાલતમાં બેભાન થઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ  તેના પરિવારજનો યુવતીના ઘરે દોડી આવ્યા હતા. જ્યારે પરિવાર યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે દીકરો હર્ષ લોહીલૂહાણ હાલતમાં બેભાન પડ્યો હતો. જે બાદ પરિવારજનોએ તુરંત તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ટૂંકી તબીબી સારવાર બાદ રાત્રે 3 વાગ્યે હર્ષનું મોત નીપજ્યું હતું. દીકરાના મોતથી પરિવારજનો આઘાતમાં છે.

પોલિસને આ ઘટનાની જાણ થતા પોલિસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ પીએમ માટે ખસેડી હતી. દીકરાને ગુમાવનાર માતાએ ભારે આંક્રદ સાથે જણાવ્યું કે, મારા દીકરાને યુવતી સાથે બે વર્ષ પહેલાં પ્રેમ હતો. પરંતુ તેણે યુવતી સાથે પ્રેમસબંધ કાપી નાંખ્યો હતો. તેણે યુવતીને સબંધ ન રાખવા પણ જણાવ્યુ હતું. તેમ છત્તાં યુવતી હર્ષ પાછળ પડી હતી. ત્યારે ગત રાત્રે વરસાદ ચાલુ હતો અને દીકરો મોબાઇલમાં ગેમ રમતો હતો ત્યારે તેઓ આરામ કરી રહ્યા હતા

અને એ પાંચ જ મિનીટના સમયગાળામાં દીકરો યુવતીના ઘરે ગયો અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યોતો. તેમણે આગળ કહ્યુ કે, જે રીતે મારો દીકરો મૃત્યુ પામ્યો એ રીતે યુવતીનું પણ મોત થવું જોઈએ. મને ન્યાય જોઇએ. હર્ષ અને તે યુવતિ એક વર્ષ પહેલાં લગ્ન કરવાના ઇરાદે ભાગી પણ ગયા હતા. પરંતુ પરિવારને લગ્ન મંજૂર ન હોવાના કારણે બંને પરત ફર્યા હતા. તે બાદ યુવતી તેના ઘરે અને હર્ષ તેના ઘરે રહેતો હતો.

Shah Jina