કાર ચાલકને પોલિસ સામેનો દુર્વ્યવહાર પડ્યો ભારે, પોલિસની વર્દી ફાડવાની આપી ધમકી, પછી પોલિસ સ્ટેશન પહોંચતા જ રડવા લાગ્યો આ વ્યક્તિ

વ્યક્તિએ રસ્તા વચ્ચે પોલિસને આપો ગાળો અને મારવાની ધમકી, પછી પોલિસ સ્ટેશન લઇને જે થયું એ જુઓ વાયરલ વીડિયોમાં

પોલિસ સાથે સામાન્ય જનતાની બહેસ થવાના કિસ્સા ઘણીવાર સામે આવે છે, ઘણા એવા કિસ્સાઓ હોય છે વધારે બહાર આવતા નથી અને ઘણા એવા પણ હોય છે કે જે કિસ્સા વધુ ચગતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોલિસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને બદ્તમીઝી પણ કરી.

8 જુલાઇના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલિસના અધિકારી કૃષ્ણા બાલાસાહેબ ડેબડે સાથે બદસલૂકી કરવાનો મામલો સામેે આવ્યો છે. પોલિસ સ્ટેશનમાં 2 લોકો વિરૂદ્ધ આઇપીસી ધાારા 353, 156, 269, 270, 504, 506 અને અન્ય ધારાઓ અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઇના મીરા રોડ પૂર્વ વિસ્તારમાં રસ્તા કિનારે નો પાર્કિંગ ઝોનમાં એક ગાડી ઊભી હતી. આ દરમિયાન ડ્યુટી પર હાજર અધિકારી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન પર ઊભેલી ગાડીઓ પર કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે મીરા રોડના કાર ઓટોમોબાઇલ દુકાન બહાર નો પાર્કિંગ ઝોનમાં ઠીક બોર્ડ નીચે એક ગાડી ઊભેલી હતી.

ટ્રાફિક કર્મચારીએ આસપાસ અવાજ આપ્યા બાદ જયારે કોઇ ના આવ્યુ તો તેણે ગાડીના પૈડામાં જામ લગાવી દીધો. તે બાદ તરત 2 લોકો ભાગતા આવ્યા અને જેમાં એક યુવક અરુણ સિંહે આવીને ધક્કો માર્યો અને બોલવા લાગ્યો કે મારી ગાડીને કેમ જામ લગાવી. તારી વર્દી ફાડીને તને વચ્ચેથી ચીરી દઇશ. કયા પોલિસ સ્ટેશનમાં આવે છે, આવ બતાવું તને.

આ યુવક સાથે એક મહિલા પણ હતી, જે અપશબ્દો બોલવા લાગી અને કહેવા લાગી કે તને વેચીને ગાડી રીપેર કરાવીશ અને તને જોઇશ. ટ્રાફિક અધિકારીએ તરત કંટ્રોલ રૂમને જાણ કરી અને જાણ થતા જ નજીકના નાયાગરના પોલિસ અધિકારી પહોંચ્યા અને બંનેન અટક કરી પોલિસ સ્ટેશનમાં લઇ ગયા. ટ્રાફિક પોલિસ અધિકારીના નિવેદન પર બંને વિરૂદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો.

ધમકી દેનાર યુવકને જયારે પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યો ત્યારે તેની બધી અકડ નીકળી ગઇ. ત્યાં તેના આંસુઓ વહેવા લાગ્યા અને તે રડવા લાગ્યો. તે બાદ તેણે અધિકારીઓ સાથે માફી માંગતા કહ્યુ કે, તે આગળથી આવી ભૂલ કયારેય પણ નહિ કરે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina