સાહેબ, તમે આજે આરામ કરો, હું આજે મારી માને પણ યાદ કરું છું: CM મમતા જુઓ શું શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં વર્ચુઅલી ભાગ લીધો હતો. પીએમ મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ હતો, કારણ કે તેમની માતા હીરાબાનું આજે જ અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદી પહેલા અમદાવાદ પહોંચ્યા અને તે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાની અર્થીને કાંધ આપી મુખાગ્નિ આપી હતી.

ત્યારબાદ તેઓ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં જોડાયા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું, મારી સંવેદના તમારી સાથે છે. તમારા દુઃખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ હોઈ શકે નહીં. મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ ટુંકાવવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. આરામ કરો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાવડાથી ન્યૂ જલપાઈગુડી સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ કોલકાતાના નવા મેટ્રો રૂટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘મારે આજે બંગાળ આવવું હતું. અંગત કારણોસર હું બંગાળ આવી શક્યો નથી. બંગાળ ન આવવા બદલ હું માફી માંગુ છું.

ઈતિહાસમાં 30 ડિસેમ્બરનું ઘણું મહત્વ છે. 1943માં આ દિવસે નેતાજીએ આંદામાનમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. બંગાળને આજે વંદે ભારત મળ્યું છે. આજે વંદે માતરમના નાદ આપનારી ધરતી પરથી વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અમે 475 વંદે ભારત ટ્રેનો ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશના વિકાસ માટે રેલવેનો વિકાસ જરૂરી છે. અમે રેલવેને કાયાકલ્પ કરવા માટે દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છીએ.

Shah Jina