PSM 100માં પ.પૂ.મહંત સ્વામીની મુલાકાત બાદ મલ્હારે કહ્યું, ” હું કેટલો નસીબદાર છું કે કેટલા બધા પુણ્ય કર્યા હશે કે આટલા નજીકથી…” જુઓ વીડિયો
અમદાવાદમાં ચાલી રહેલો ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દુનિયાભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને ઘણા મોટા મોટા દિગ્ગજો પણ આ મહોત્સવની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. ત્યારે ઘણા ગુજરાતી સેલેબ્સ પણ આ મહોત્સવની મુલાકાત લઈને અભિભૂત થતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા મલ્હાર ઠાકરને આ મહોત્સવ વધારે જ સ્પર્શતો નજર આવી રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ અભિનેતા મલ્હાર ઠાકરે ડિરેક્ટર સંદીપ પટેલ સાથે આ મહોત્સવની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમણે ગુરુહરિ શ્રી મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. જેના બાદ મલ્હારે કહ્યું હતું કે તે અહીંયા વારંવાર આવશે અને આ વાત મલ્હારે ફરીવાર સાબિત પણ કરી આપી.
મલ્હાર ઠાકર બીજીવાર પણ આ મહોત્સવની મુલાકાત લેવા માટે પહોંચ્યો હતો. તેને “ઓમ મંગલમ સિંગલમ” ફિલ્મના કલાકારોની ટિમ આરતી પટેલ, આરોહી પટેલ અને તત્સત મુનશી તેમજ ડિરેક્ટર સંદીપ પટેલ સાથે આ મહોત્વસની ફરીવાર મુલાકાત લીધી હતી. જેનો એક વીડિયો પણ મલ્હારે તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને આ મહોત્સવ વિશેનો પોતાનો પ્રતિભાવ પણ વ્યક્ત કર્યો છે.
મલ્હાર કહે છે કે, “જે ડિવાઇન શબ્દ છે તેનો સાચો મતલબ મને આજે ખબર પડી. હું મારી જાતને નસીબદાર માનું છું કે મને આજે અહીંયા વિઝીટ કરવાનો મોકો મળ્યો. બહુ લાંબા સમય પછી મને લાગ્યું કે કોઈ નગરમાં બધી જ જાતના ઈમોશનનો એક સાચે સાચો મતલબ અહીંયા સાર્થક થાય છે.”
View this post on Instagram
મલ્હારે આગળ કહ્યું કે, “બધું જ એવું લાગતું હતું કે હું મારા બાળપણને ફરી મળી રહ્યો છું. હું હું નાનો હતોને કંઈક નરેટ કરતો હોય કે કંઈક આવી રીતે પૂજા કરતો હોઉ કે કંઈક આવી રીતે ગાતો હોઉં અને લોકો સાંભળતા હોય અને નિયમ લેવાનો હતો એ મેં નિયમ લીધો એ પણ મને બહુ મજા આવી.”
View this post on Instagram
મહંત સ્વામીની મુલાકાતને લઈને મલ્હારે એમ પણ કહ્યું કે, “હું બધું જ ભૂલી ગયો હતો મને કે મારી 5-10 સેકેંડ માટેની એમની સાથે મુલાકાત થઇ, મને ખાલી શબ્દો સંભળાતા હતા અને એમનો દિવ્ય ચહેરો મારી સામે હતો. હું કેટલો નસીબદાર છું કે કેટલા બધા પુણ્ય કર્યા હશે કે આટલા નજીકથી એમને મળવાનો મોકો મળ્યો. આ મારી લાઈફનો સૌથી યાદગાર દિવસ હતો. હવે આવી મેમોરી લઈને આખી લાઈફ જીવવાનું મને બહુ જ ગમશે.”