પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામી સામે નતમસ્તક થયો અભિનેતા મલ્હાર ઠાકર, સ્વામીએ જે રીતે ઓળખાણ આપી એ સાંભળીને તમને પણ ગર્વ થશે, જુઓ

અમદાવાદના ઓગણેજ ખાતે 600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર ઉભું કરવામાં આવ્યું છે. આ નગરમાં ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઇ રહી છે. આ ઉત્સવ ના ભૂતો ના ભવિષ્ય છે. જેને જોવા માટે દુનિયાભરમાંથી લાખો લોકો પણ આવી રહ્યા છે અને આ ઉત્સવની મજા માણી રહ્યા છે.

આ મહોત્સવમાં પાર્કિંગથી લઈને તમામ આયોજનો, જે જમવાના હોય કે પછી ઉતારાના હોય એ બધા જ આયોજનો ખુબ જ સારી રીતે કરવામાં આવ્યા છે અને મુલાકાતીઓને આ સ્થળ પર આવીને અનેરો આનંદ પણ થઇ રહ્યો છે. ત્યારે દેશમાંથી ઘણા નેતાઓ, કલાકારો અને ઉદ્યોગપતિઓ પણ આ મહોત્સવની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે.

ત્યારે ઘણા ગુજરાતી કલાકારોએ પણ આ મહોત્સવની મુલાકાત લીધી છે. જેમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ આ મહોત્સવમાં પહોંચ્યા હતા. મલ્હાર સાથે ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ પણ જોવા મળ્યા હતા. જયારે મહંત સ્વામી આવ્યા ત્યારે મલ્હાર ઠાકર અને સંદીપ પટેલ બંને નતમસ્તક થઈને તેમને વંદન પણ કર્યા હતા.

તમને  જણાવી દઈએ કે હાલમાં જ મલ્હાર ઠાકરની એક ફિલ્મ “ઓમ મંગલં સિંગલમ” પણ આવી છે, જે દોઢ મહિના પહેલા રિલીઝ થઇ હોવા છતાં પણ હજુ થિયેટરમાં હાઉસ ફૂલ ચાલી રહી છે. આ ફિલ્મ થિયેટરમાં ચાલતી અન્ય બોલીવુડની ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મલ્હાર ઠાકર અને સંદીપ પટેલ એકસાથે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવને નિહાળવા પહોંચ્યા હતા.

જેના બાદ બહાર ઉભેલા એક સ્વામીએ મલ્હાર ઠાકરનો ખુબ જ સુંદર રીતે પરિચય પણ આપ્યો હતો. સ્વામીએ મલ્હારની ઓળખ આપતા મહંત સ્વામીને કહ્યું, “આ છે ને મલ્હાર ઠાકર છે, અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મોટું નામ છે. જે રીતે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સામે મોટા મોટા એક્ટર સામે એ મલ્હાર ઠાકર કહેવાય.”

આ ઉપરાંત સ્વામીએ એમ પણ કહ્યું કે… “બહુ જ ધાર્મિક અને કોઈ જાતનું વ્યસન નહિ સ્વામી અને એકદમ સરળ વ્યક્તિત્વ..અને ખાસ આપણા દર્શન માટે અહીંયા આવ્યા છે.”  ત્યારે હવે સોશિયલ મીડિયામાં મલ્હારનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેમાં ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.  આ વીડિયોને દેશી પેપ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 13 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે.

આ ઉપરાંત આ મુલાકાતને લઈને મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે “બહુ જ ગ્રેટ અને ડિવાઇન ફીલ આવે છે. તમને એવું લાગે કે જાણે કોઈ વર્લ્ડની કોઈ જગ્યાએ વિઝા લઈને ગયા હોય તો કેવી ફીલ આવે કે કોઈક આમ અલગ દુનિયા અલગ વર્લ્ડ અને સખત ડિવાઇન ફીલ છે. આમ તો  બહુ આનંદ અને આશીર્વાદ રૂપે આ વિઝીટ રહી છે.”

મલ્હારે આગળ એમ પણ જણાવ્યું કે, “બહુ લાંબા સમય પછી એવું ફીલ થાય કે આમ શાંત ડિવાઇન ફીલ આવી રહી છે. અને આ આશીર્વાદ છે કે હું અહીંયા વિઝીટ કરી શક્યો. મહંત સ્વામીના આશીર્વાદ મને મળ્યા અને લગભગ બધા જ દિગ્ગજ અને તજજ્ઞોની મુલાકાત થઇ અને આ શતાબ્દી મહોત્સવની 100% મુલાકાત લેવી જોઈએ અને હું પણ વારંવાર અહીંયા આવવાનો છું.”

Niraj Patel