વલસાડ પારડીમાં અડધી રાત્રે અચાનક જાગેલી પત્નીએ ડોક્ટર પતિની લાશ ગળા ફાંસો હાલતમાં દેખાતા જ ધ્રુજી ઉઠી

ભણેલા ગણેલા કેમ આત્મહત્યા કરતા હશે…વલસાડ પારડીમાં 35 વર્ષના ડૉ.અંકિત પટેલે કરી આત્મહત્યા

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ માનસિક ત્રાસ કે શારીરિક હેરાનગતિને કારણે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ઘણીવાર કેટલાક લોકો દેવું વધી જવાને કારણે પણ આપઘાત કરતા હોય છે. છેલ્લા ઘણા સમયમાં આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હાલ વલસાડના પારડીમાંથી એક ડોક્ટરના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. પારડીમાં હોસ્પિટલ ચલાવતા એક ડોક્ટરની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

મૃતક પતિ અને તેમની પત્ની બંને ડોક્ટર છે અને પારડીમાં હોસ્પિટલ ચલાવે છે. મૃતકના માતા-પિતા જ્યારે રાજસ્થાન ગયા હતા ત્યારે જ મૃતક ડોક્ટરે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હાલ તો પોલિસ કાર્યવાહી કરી રહી છે. મૃતક વલસાડના પારડીમાં નેત્રદંત નામની જાણિતી હોસ્પિટલ ચલાવે છે. તેમનું નામ ડોક્ટર અંકિત દેસાઇ છે અને તેમની જ લાશ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

મૃતકે પડદો લગાવવાની પાઇપ સાથે ગળે ફાંસો ખાદ્યો હતો. જો કે, હાલ તો ડોક્ટર અંકિતે કયા કારણથી આપઘાત કર્યો તે સામે આવ્યુ નથી. ડોક્ટર અને તેમની પત્ની રાત્રે સૂઇ ગયા ત્યારે અચાનક મધરાત્રે પત્ની ઉઠી ત્યારે અંકિત દેસાઇ રૂમમાં જોવા મળ્યા ન હતા. પત્નીએ તપાસ કરી તો ઘરના એક રૂમમાં પડદો લગાવવાના પાઇપ સાથે તેમની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ તેમણે પરિવારના એક સ્વજનને કરી અને પછી પોલિસને જાણ કરવામાં આવી.

પોલિસને જાણ થતાની સાથે જ તે આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ તો મૃતકના મોતને લઇને કેટલાક સવાલો ઊભા થયા છે. કારણ કે પડદાનો હુક અને પાઇપ નાજુક હોય છે અને તેના પર તબીબનો ફાંસો ખાવો એ વાત સવાલ ઊભો કરી રહી છે. પોલિસના જણાવ્યા અનુસાર, આ Partial હેગિંગ છે. ખાલી માથાના વજનને સંકુચિત બળ તરીકે કામ કરે તેને Partial હેગિંગ કહેવાય છે. હાલ તો પોલિસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જણાવી દઇએ કે, મૃતકના માતા-પિતા આમ તો વલસાડના પાલીમાં રહે છે. પરંતુ તેઓ શનિ-રવિ હોવાને કારણે રાજસ્થાન ફરવા ગયા હતા.

Shah Jina