તેણે મને બહુ મારી, મોં પર તકિયો રાખી તેના પર બેસી ગયો…! આ અભિનેત્રીની એક્સ બોયફ્રેન્ડે કરી દીધી એવી હાલત કે…જુઓ તસવીરો

અભિનેત્રીના મોં પર તકિયો રાખી બેસી જતો હતો એક્સ બોયફ્રેન્ડ, સૂજેલી આંખોએ બતાવી ગંદી હકિકત- જુઓ ફોટા

જુર્મ કરવાવાળા કંઇ નથી જોતા. તેઓને બસ પોતાનો શિકાર દેખાય છે. તે પછી કોઇ સામાન્ય મહિલા હોય કે પછી અભિનેત્રી, કોઇને પણ ડોમેસ્ટિક વાયલેંસનો શિકાર થવું પડે છે. ક્યારે ચાર દિવાલની અંદર કોની સાથે અત્યાચાર થઇ રહ્યો હોય તેની ભનક પણ નથી લાગતી. હાલમાં જ સાઉથની પોપ્યુલર અભિનેત્રી અનિકા વિક્રમન અચાનક જ ચર્ચામાં આવી ગઇ. અનિકાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી તસવીરો શેર કરી જેને કારણે તે ચર્ચામાં છવાઇ ગઇ.

તેની તસવીરો જોઇ બધાના હોંશ ઉડી ગયા. અભિનેત્રી પોતાનો સૂજેલો ચહેરો અને ઇજાના નિશાન બતાવતી કેટલીક તસવીરો શેર કરી છે, જે બાગ તેને જનતાનો સપોર્ટ પણ મળી રહ્યો છે. અનિકાએ સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે, તે જોઇ મહેસૂસ કરી શકાય કે તેને કેટલી વધારે પ્રતાડિત કરવામાં આવી છે અને બેરહેમીથી માર પણ મારવામાં આવ્યો છે. તેના પૂરા શરીર પર ઇજાના નિશાન અને કાળા દાગ જોઇ શકાય છે.

આ દર્દનાક તસવીરો જોઇ કોઇના પણ રૂંવાડા ઊભા થઇ શકે છે. આ તસવીરોમાં અનિકાને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે. અનિકાની હાલત જોઇ બધા પૂછી રહ્યા છે અને જાણવા માગે છે કે તેની સાથે શું થયુ અને આ હાલત તેની કોણે કરી ? અનિકા વિક્રમની આંખો સાથે સાથે ચહેરા અને શરીરના અન્ય ભાગો પર પણ ગંભીર ઇજાના નિશાન નજર આવી રહ્યા છે. આંખની હાલત તો એવી છે કે જોનારા પણ સહેમી ઉઠે.

અનિકાએ તસવીરો શેર કરી જણાવ્યુ કે તેની આ હાલત તેના એક્સ બોયફ્રેન્ડે કરી છે. તે સતત તેને ધમકી આપી રહ્યો છે અને પરિવારની ઇજ્જત પર કિચડ પણ ઉછાળી રહ્યો છે. અનિકાએ એક્સ-બોયફ્રેન્ડ અનુપ પિલ્લઇ પર મારપીટ અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. અનિકાએ કહ્યુ કે, તેના એક્સ બોયફ્રેન્ડે તેને ખરાબ રીતે માર માર્યો અને અધમૂઇ કરી નાખી. તેણે કહ્યુ- મારી સાથે જે થયુ, તેને અતીતમાં છોડ્યા છત્તાં મને સતત ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. મારા પરિવાર પર સતત કિચડ ઉછાળવામાં આવી રહ્યુ છે.

અનિકાએ પોસ્ટ સાથે તેની એક ખૂબસુરત તસવીર પણ શેર કરી છે. આ વિશે તેણે લખ્યુ કે, આ તસવીર તેણે એક્સ બોયફ્રેન્ડ દ્વારા અટેક કર્યા પહેલા ક્લિક કરી હતી. હું મારા નવા હેરકટ બતાવવાને લઇને ઘણી એક્સાઇટેડ હતી. અનિકાએ એક્સ બોયફ્રેન્ડ સાથે વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તે માફી પણ માગી રહ્યો છે. પોસ્ટમાં અનિકાએ લખ્યુ કે, હું બદકિસ્મતીથી અનુપ પિલ્લઇ નામના એક વ્યક્તિને ડેટ કરી રહી હતી, પણ તેણે મને મેંટલી અને ફિઝિકલી ઘણી ટોર્ચર કી. મેં તેના જેવો પુરુષ આજ સુધી નથી જોયો.

આટલું બધુ થયા બાદ પણ તે ધમકી આપી રહ્યો છે. મેં ક્યારેય સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે તે આવું કરશે. જ્યારે તેણે મને પહેલીવાર મારી ત્યારે અમે ચેન્નાઇમાં હતા, ત્યારે તે મારા પગમાં પડ્યો અને રડવા લાગ્યો. હું બેવકૂફ હતી કે મેં તેને માફ કર્યો. બીજાવાર ત્યારે મારી જ્યારે અમે બેંગલુરુમાં હતા. ત્યારે મેં પોલિસ ફરિયાદ પણ કરી હતી પણ તેણે પોલિસવાળાને પૈસા ખવડાવી દીધા. તેમણે અમને આપસમાં જ મામલો સુલજાવવા કહ્યુ. આનાથી તેને મારા પર બીજીવાર અટેક કરવાની હિંમત મળી ગઇ. મને તે વારંવાર ફોસલાવતો રહ્યો.

ઘણીવાર તેણે મને દગો આપ્યો. મેં તેને મને છોડવાનું કહ્યુ પણ તે મને છોડવા તૈયાર નહોતો. તેણે મારો ફોન તોડી દીધો કારણ કે હું શૂટ પર ના જઇ શકું. બે દિવસ પહેલા હૈદરાબાદ શિફ્ટ થયા પહેલા તેણે મારો ફોન લોક કરી દીધો અને તેણે મારા પર તાબડતોડ મુક્કા વરસાયા. હું ફોન માગતી રહી અને તે મારા મોં પર બેસી ગયો. મને બ્રોંકાઇટિસ છે અને મારો શ્વાસ રોકાઇ ગયો, મારો અવાજ પણ નહોતો નીકળતો. તેણે મને ત્યારે છોડી જ્યારે હું લગભગ બેહોંશ થઇ ગઇ હતી. મને લાગ્યુ કે તે મારા જીવનની છેલ્લી રાત હશે.

જ્યારે હું બીજા રૂમમાં ભાગતી તો તે બીજી ચાવીથી લોક ખોલી દેતો અને અંદર આવી જતો. બહાર જતી અને સિક્યોરિટી પાસે મદદ માગતી તો તે કંઇ ન કરી શકતા. ત્યારે હું આખી રાત બેસી રડતી રહેતી. મારા પરિવારને આનો અંદાજ પણ નહોતો કે મારા પર શું વીતી રહી છે. મરા કેટલાક મિત્રોએ પણ મને દગો આપ્યો.

Shah Jina