‘તારક મહેતા…’ ફેન્સ માટે ખરાબ સમાચાર, 14 વર્ષ બાદ આ દિગ્ગજે છોડ્યો શો…કારણ જાણી રહી જશો હેરાન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ટીવીનો સૌથી ચર્ચિત શો છે.ટીવી પર રાજ કરનાર લોકપ્રિય કોમેડી શો તારક મહેતાના સ્ટાર્સ લાગે છે ગર્દિશમાં છે. ત્યારે તો એક બાદ એક સ્ટાર્સ શો છોડી જઇ રહ્યા છે. દિશા વાકાણી, રાજ અનડકટ, શૈલેશ લોઢા, નેહા મહેતા જેવા કેટલાક સ્ટાર્સ શોને અલવિદા કહી ચૂક્યા છે. ત્યારે હવે આ કડીમાં 14 વર્ષ સુધી તારક મહેતાનો ભાગ રહેલા ડાયરેક્ટ માલવ રાજદાએ પણ શો છોડી દીધો છે. 15 ડિસેમ્બરના રોજ માલવ રાજદાએ શોનું લાસ્ટ શુટિંગ કર્યુ હતુ.

સૌથી શોકિંગ વાત તો એ છે કે વર્ષોના લાંબા સફર બાદ તેમણે આ શો છોડી દીધો છે. તેમનો આ નિર્ણય ખરેખર હેરાન કરી દેનારો છે. હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલ રીપોર્ટ અનુસાર, પ્રોડક્શન સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યુ કે, માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે કેટલાક મતભેદ છે. જો કે, રીપોર્ટ અનુસાર, જ્યારે માલવ રાજદાનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ વાતનું ખંડન કર્યુ.

માલવે કહ્યુ કે, જો તમે સારુ કામ કરવા માટે તૈયાર છો તો ટીમની અંતર ક્રિએટિવ મતભેદ હશે પણ આ હંમેશા શોને સારો બનાવવા માટે હોય છે. પ્રોડક્શન હાઉસ સાથે મારે કોઇ લેવા દેવા નહોતો. મારી પાસે ખાલી શો અને અસિત ભાઇ (નિર્માતા) માટ્ ગ્રેટિટયૂડ છે. ત્યાં શો છોડવાનું કારણ પૂછવા પર તેમણે કહ્યુ કે, 14 વર્ષ સુધી શો કર્યા બાદ મને લાગ્યુ કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યો ગયો છું. મેં ક્રિએટિવ રૂપથી વધવા માટે વિચાર્યુ કે બહાર નીકળવું

અને પોતાને ચેલેન્જ આપવું સૌથી સારુ રહેશે. પોતાના 14 વર્ષના સફર વિશે વાત કરતા તેમણે કહ્યુ કે, આ 14 વર્ષ મારા જીવનના સૌથી ખૂબસુરત વર્ષ રહ્યા છે. આ શોથી ના માત્ર મેં શોહરત અને પૈસા કમાયા પણ જીવનસાથી પ્રિયા પણ મેળવી.જણાવી દઇએ કે, તારક મહેતા શોને એક બાદ એક ઝાટકો લાગી રહ્યો છે. ઘણા સ્ટાર્સ આ શો છોડી ચૂક્યા છે. ત્યારે હવે શોના ડાયરેક્ટરના શો છોડવા પછી કેટલો ફરક પડે છે તે જોવાનું રહેશે.

Shah Jina