મલાઈકાને વેક્સીન લેતી જોઈને લોકોએ કરી ટ્રોલ, કહ્યું કે કપડાં તો સારા પહેરાયને…જુઓ
બોલીવુડમાં ફિટનેસ ક્વિન તરીકે ઓળખાતી મલાઈકા અરોરા તેના લુકને લઈને હંમેશા જ ચર્ચામાં રહેતી હોય છે, તેને જિમ અને યોગા ક્લાસની બહાર હંમેશા સ્પોટ કરવામાં આવે છે, અને જેના કારણે તે ચર્ચામાં પણ રહેતી હોય છે.
પરંતુ આ વખતે મલાઈકાના ચર્ચામાં રહેવાનું કારણ કંઈક જુદું છે. 47 વર્ષની ઉંમરમાં પણ ફિટ અને સ્ટ્રોંગ રહેતી મલાઈકાએ હાલમાં જ કોરોનાની વેક્સીન લઇ લીધી છે, જેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
મલાઈકાએ પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની વેક્સીન લેતી એક તસ્વીર શેર કરી છે, જેની સાથે મલાઈકાએ કેટલીક જાણકારી પણ આપી છે.

આ પોસ્ટના કેપશનમાં મલાઈકાએ લખ્યું છે કે, “મેં કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. ચાલો યોદ્ધાઓ આ #WarAgainstVirus ને જીતવા દઈએ.
જલ્દી જ તમે પણ આને લેવાનું ના ભૂલતા. (અને અમારા અદ્ભૂત ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓ માટે એક વિશેષ ઉલ્લેખ. જે એટલા સતર્ક હતા કે તે સતર્કતા અને હસતા જ બધું જ કરી રહ્યા છે.) ધન્યવાદ. (અને હા હું આને લેવા સક્ષમ છું.”)

મલાઈકાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો આ તસ્વીર ઉપર કોમેન્ટ કરી છે અને અત્યાર સુધી આ તસ્વીર ઉપર 1 લાખ 76 હજાર કરતા પણ વધારે લાઈક આવી ગઈ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા પણ કોરોના સંક્રમણનો શિકાર બની ચુકી છે. કોરોના સંક્રમિત થયા બાદ મલાઈકા ઘરે જ હોમ ક્વોરેન્ટાઇન થઇ હતી. થોડા દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તે ફરી કામ ઉપર પરત ફરી હતી.