મલાઇકા અરોરાએ કરાવ્યુ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ, ચાહકો તસવીરો જોઇ થયા કાયલ

વચ્ચેથી ફાટેલો સ્કર્ટ પહેરી મલાઇકા અરોરાની બુમબાટ તસવીરો વાયરલ, ઝૂમ કરી કરીને જોવા મજબૂર થયા ચાહકો

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જેની હોટ અદાઓ જોઇને તો સારા સારાના હોંશ ઉડી જાય છે. અદાકારા માત્ર તેની ફિટનેસનું ધ્યાન નથી રાખતી પરંતુ તેની ફેશન સેંસને પણ હંમેશા અપડેટ રાખે છે. આ જ કારણ છે કે તે ઇન્ડિયન અવતારથી લઇને વેસ્ટર્ન બોલ્ડ સિલ્હૂટ્સ સુધી બધા અટાયરમાં લાઇમલાઇટ લૂંટવામાં સફળ રહે છે.

હાલમાં જ મલાઇકાએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં તે કહેર વરસાવતી જોવા મળી રહી છે. મલાઇકા ઓસ્ટ્રેલિયાના ફેમસ ફેશન ડિઝાઇનર Tony Maticveski ની મ્યુઝ બની હતી, જેના માટે તેણે મૈટેલિક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો. હસીનાની આ તસવીરો ફેશન સ્ટાઇલિસ્ટ મનેકા હરિ સિંઘાનીએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મલાઇકાની આ તસવીરોમાં કિલર અદાઓ જોવા મળી રહી છે. આ અદાઓ જોઇ તો બધા તેના દીવાના થઇ જશે. મલાઇકાએ જે ડ્રેસ પહેર્યો હતો, તે ઓફ શોલ્ડર પેટર્નમાં હતો.જેમાં પ્લંજિંગ નેકલાઇન તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી. ત્યાં આ આઉટફિટના ફ્રંટ પર થાઇ હાઇ સ્લિટ આપવામાં આવ્યુ હતુ. જેમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

મલાઇકાના આ ડ્રેસના વેસ્ટલાઇન પર એકદમ ટાઇટ ફિટિંગ રાખવામાં આવ્યુ હતુ. જેના કારણે તેના ટોન્ડ મિડરિક અને બોડી કર્વ્સ સરળતાથી હાઇલાઇટ થઇ રહ્યા હતા. વેસ્ટલાઇન પર જોડવામાં આવેલ ફ્રિલ્સ અને બંને સાઇડ આપવામાં આવેલ પોકેટ્સ ઘણા કુલ લાગી રહ્યા હતા.

મલાઇકાએ આ ડ્રેસ સાથે સિલ્વર સ્ટિલેટોસ મેચ કર્યા હતા, જે એકદમ પરફેક્ટ લાગી રહ્યા હતા. લુકમાં સ્ટાઇલ કોશંટ એડ કરવા માટે હસીનાએ સિલ્વર ચોકર અને મેચિંગ બ્રેસલેટ પહેર્યુ હતુ, આ ઉપરાંત મેકઅપ માટે સિલ્વર આઇશેડો, સોફ્ટ મરૂન લિપ્સ અને બ્લેક લાઇનર સાથે વાળને હેવી કર્લ્સમાં ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

મલાઇકાએ આ તસવીરોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસસવીરોમાં હસીનાનો બોલ્ડ અવતાર જોઇ ચાહકો તો કાયલ થઇ ગયા છે. હસીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે સુપર મોડલ ઓફ ધ યરને લઇને ચર્ચામાં છે. આ ઉપરાંત તે પર્સનલ લાઇફમાં અર્જુન કપૂર સાથેના રિલેશનને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina