મેકઅપ વગર, ઝૂકેલી નજર અને આ હાલતમાં જોવા મળી મલાઇકા અરોરા, પહેરી રાખ્યા હતા નાના કપડા

એરપોર્ટ પર બ્લેક ડ્રેસમાં જોવા મળી મલાઇકા અરોરા, કેમેરામેનને જોઇને ઝૂકાવી લીધી નજર

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. ઘણીવાર મલાઇકા અરોરાને જીમ કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. પરંતુ હાલમાં તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. તે ઘણી થાકેલી પણ લાગી રહી હતી.

મલાઇકાએ ફોટોગ્રાફર્સને જોઇને નજરો ઝૂકાવી લીધી હતી. એરપોર્ટ પર તે બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણે બ્લેક ટી શર્ટ સાથે બ્લેક શોર્ટ્સ મેચ કર્યા હતા. આ ઉપરાંત તેણે સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. એરપોર્ટ પર મલાઇકાના હાથમાં નેક પીલો જોવા મળી રહ્યો હતો. તેનો ચહેરો જોઇ લાગી રહ્યુ હતુ કે, તે ઘણી લાંબી ફ્લાઇટથી મુંબઇ પરત ફરી છે.

હાલમાં જ થોડા સમય પહેલા તેનો શાનદાર લુક જોવા મળ્યો હતો. વ્હાઇટ સુટમાં તેના ઘરની નીચે પેપરાજીએ તેને સ્પોટ કરી તો તેનો ખૂબસુરત અંદાજ બધાને પસંદ આવ્યો હતો. મલાઇકા ઇન્ડિયન આઉટફિટ્સમાં ઘણી ઓછી જોવા મળે છે, પરંતુ તે જયારે પણ જોવા મળે છે, ત્યારે કમાલની લાગે છે.

મલાઇકા કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તેના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

Shah Jina