મલાઇકા અરોરાએ એબ્સ દેખાડવા સરકાવ્યો શોર્ટ્સ, આ 7 તસવીરે મચાવ્યો તહેલકો

મલાઇકા અરોરાએ શોર્ટ્સ સરકાવ્યો તો ફેન્સ જોતા જ શરમથી લાલ થઇ જશે, જુઓ PHOTOS

મલાઇકા અરોરાએ તાજેતરમાં તેની કોરોના થયા પછી થઇ રહેલી મુશ્કેલી વિશે જણાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે બે પગથિયાં ચાલવું તેના માટે કેટલું મુશ્કેલ હતું. પરંતુ હવે સતત મહેનત કર્યા બાદ તે પહેલા જેવી થઇ રહી છે.

તેની અદાઓથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવવા વાળી મલાઇકા અરોરાએ ફરી એક વખત તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને લોકો તેની ફીટનેસના વખાણ કરતાં થાકતા નથી.

Image source

મલાઇકા અરોરાએ તેની ટોન્ડ બોડી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરોનું એક કોલાજ પોસ્ટ કર્યું છે,

તે જોઈને તેના ચાહકો ખૂબ મોટીવેટ થઇ રહ્યા છે. મલાઈકાએ પોસ્ટ કરેલી તસવીરમાં તે જીમ આઉટફીટમાં જોવા મળી રહે છે ઉપરાંત મલાઇકા તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ પોસ્ટમાં મલાઇકા અરોરાએ કોરોના નેગેટિવ આવ્યા બાદ જણાવ્યું હતું કે ‘તમે ખૂબ ભાગ્યશાળી છો’, ‘તે કેટલું સહેલું રહ્યું હશે’ કંઈક આવું જ હું દરરોજ સાંભળતી હતી. હા, હું મારા જીવનની ઘણી વસ્તુઓ માટે આભારી છું.

Image source

પરંતુ ભાગ્યમાં ખૂબ જ નાની ભૂમિકા છે અને આરામની બાબત મારા માટે ક્યારેય સરળ હતી નહિ. ૫ સપ્ટેમ્બરના રોજ મને કોરોના થયો હતો જો કે બહુ જ ખરાબ હાલત હતી. જે પણ માણસ ને કોવિડ રિકવરી આરામથી થઇ જાય છે તેમની ઈમ્યૂનિટી સારી હોય છે.

જો હું મારી ખુદની વાત કરું તો હું મારા માટે સહેલા શબ્દનો ઉપયોગ કરીશ નહીં. કોરોનાએ મને શારીરિક રીતે તોડી નાખી હતી. બે પગથિયાં ચાલવું પણ કોઈ ટાસ્ક કરતાં ઓછું લાગતું હતું નહિ.

બસ પલંગ પરથી બેસવાનું, બારી આગળ જઈને ઉભું રહેવાનું. મેં વજન વધાર્યું, મને કમજોરી આવા લાગી, મારી સહનશક્તિ ગુમાવી દીધી, હું મારા પરિવારથી દૂર હતી અને ઘણું બધું બન્યું.

26 સપ્ટેમ્બરે મારો રિપોર્ટ નેગીટીવ આવ્યો. જેના માટે હું ખૂબ આભારી છું. પરંતુ કમજોરી હજુ પણ હતી મને ખરાબ લાગ્યું કે મારું શરીર મારા મગજને ટેકો નથી આપતું. મને ડર હતો કે ક્યારેય મારી શક્તિ પાછી નહિ આવે. હું આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી કે હું 24 કલાકમાં કોઈ એક કાર્ય પૂર્ણ કરી શકશે કે નહીં?

મલાઇકા અરોરાએ કેપ્શનમાં લખ્યું છે કે મારી પહેલી વર્કઆઉટ ખૂબ જ મુશ્કેલ હતી. હું કંઇ સારું કરી શકીનહીં. પરંતુ બીજા દિવસે હું ઉભી થઇ અને મેં મારી જાતને કહ્યું, હું મારી જાતને બનાવી શકું છું અને પછી ત્રીજો દિવસ અને ચોથો અને પાંચમો. આ સિરીઝ આગળ વધતી જ રહી.

મારો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યાને લગભગ ૩૨ અઠવાડિયા થયા છે અને અંતે મને ફરી મારી જાત પહેલાની જેમ લાગવા લાગી છે. હવે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પેહલા જેવી હતી એવી જ ફરી વાર થઇ ગઈ ગઈ છુ.

હું પહેલાની જેમ વર્કઆઉટ કરી શકું છું અને હું શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવું છું. ચાર અક્ષરોનો શબ્દ કે જેણે મને આગળ વધાર્યો તે હતી HOPE. જ્યારે તમને લાગે કે બધું બરાબર નથી,

તો પણ HOPE રાખો કે બધું બરાબર થઈ જશે. મારા સંપર્કમાં રહેનારા તમારા બધાને આભાર. મને આગળ વધવામાં મદદ કરી. હું પ્રાર્થના કરું છું કે આ દુનિયામાં પણ જલ્દીથી ઠીક થાય અને આપણે બધા મળીને આ સમસ્યામાંથી બહાર આવી શકીએ બે શબ્દોએ મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરી – ધૈર્ય અને કૃતજ્ઞતા.

Patel Meet