ટૂંકી ચડ્ડી અને સ્પોર્ટ્સ બ્રામાં મલાઇકા અરોરાનો જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ, તસવીરો જોતા જ ચાહકો થયા ગાંડા

બોલિવુડની સુપર ગ્લેમરસ મલાઈકા અરોરાએ બોલિવૂડથી દૂરી બનાવી લીધી છે, પરંતુ તેના ફોટો-વિડિયો દ્વારા તે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.કેટલાક સમય પહેલા તે વર્કઆઉટ કરીને ઘરે પરત ફરતી વખતે મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી. ખુલ્લા વાળ સાથે નો મેકઅપ લુકમાં અભિનેત્રીની સુંદરતા એકદમ ફ્રેશ લાગી રહી હતી. હોટ પેન્ટ, ક્રોપ ટોપ સાથે કેપ પહેરેલી મલાઈકાનો ખૂબ જ સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. મલાઈકા તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી.

આ દરમિયાન અભિનેત્રીએ સ્પોર્ટ્સ બ્રા સાથે શોર્ટ્સ કેરી કર્યા હતા. મલાઇકાએ આ લુક સાથે કેપ પણ પહેરી હતી અને વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. આ લુકને કંપલીટ કરવા મલાઇકાએ વ્હાઇટ સ્લાઇડર્સ પણ પહેર્યા હતા.જો કે, આ દરમિયાન મલાઇકા થોડી મૂડમાં પણ જોવા મળી હતી અને તેણે સ્માઇલ સાથે પોઝ પણ આપ્યા હતા.

જણાવી દઇએ કે, મલાઇકા ફિટનેસ ફ્રીક છે અને તેને જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. મલાઈકા એક દિવસ માટે પણ પોતાનું વર્કઆઉટ સેશન ચૂકતી નથી. તે એક મહાન ડાયટ કોચ પણ છે અને આ જ તેની ફિટનેસનું રહસ્ય છે.48 વર્ષની મલાઇકા અરોરા તેની ફિટનેસ અને ખૂબસુરતીથી ઘણી યંગ અભિનેત્રીઓને માત આપે છે.મલાઈકા અરોરા તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તેનો જન્મદિવસ ઉજવવા માટે લવ ઓફ સિટી પેરિસ ગઇ હતી.

બંનેએ આ વેકેશનના ફોટો-વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી પણ શેર કર્યા હતા. મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઇને સમાચારોમાં રહે છે. બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે. મલાઈકા અરોરાએ ફિલ્મો સિવાય નાના પડદાના ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે હાથ અજમાવ્યો છે. તે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજની પેનલમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, મલાઇકા હાલમાં જ મિસ ઇન્ડિયાના ઇવેન્ટમાં પહોંચી હતી.

મલાઇકાના પહોંચતા જ બધા જ કેમેરા તેની તરફ ફરી ગયા હતા. આ દરમિયાન તેણે ગોલ્ડન ડિઝાઇનર ટ્રાંસપરન્ટ ગાઉન પહેર્યુ હતુ અને આ સાથે તેણે મેકઅપ કર્યો હતો. તેણે તેના લુકને કંપલીટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા હતા. ડ્રેસને ક્લાસી અને રિચ લુક આપવા માટે તેણે ગળામાં એક નેકપીસ પણ પહેર્યુ હતુ. ગોલ્ડન ટ્રાંસપરન્ટ ડીપ નેક ડ્રેસમાં મલાઇકા ઘણા કોન્ફિડન્ટ સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી

Shah Jina