મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.
તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.
ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. અવાર નવાર મલાઇકાને તેના ઘરની બહાર પણ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવતી હોય છે. મલાઈકા અરોરાને હાલમાં જ તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તેની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. પોતાની સ્ટાઈલ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહેનારી મલાઈકાની આ લેટેસ્ટ તસવીરો બાંદ્રાની છે.
View this post on Instagram
ગત દિવસે મલાઈકા કરીના કપૂર અને અમૃતા અરોરા સાથે આઉટિંગ કરતી જોવા મળી હતી.હંમેશા પોતાના લુક માટે બધાનું ધ્યાન ખેંચનારી મલાઈકા ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગત દિવસોમાં તેની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરાના જન્મદિવસે કરીનાના ઘરે જોરદાર પાર્ટી થઈ હતી.
View this post on Instagram
આ પાર્ટીમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન સાથે પહોંચી હતી.અર્જુન કપૂર પણ અમૃતાના જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યો હતો.